ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ, 700 ગામોમાં હિંસા અને હત્યાઓ

|

May 03, 2021 | 11:01 PM

West Bengal વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની ભવ્ય જીત બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપનો દાવો છે કે ટીએમસીના ગુંડાઓ ભાજપના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે. બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે  કહ્યું કે ટીએમસીની જીત બાદ 700 ગામોમાં હિંસા થઈ છે.

ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ, 700 ગામોમાં હિંસા અને હત્યાઓ
ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું પશ્ચિમ બંગાળમાં અરાજકતાની સ્થિતિ

Follow us on

West Bengal વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની ભવ્ય જીત બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપનો દાવો છે કે ટીએમસીના ગુંડાઓ ભાજપના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે. બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે  કહ્યું કે ટીએમસીની જીત બાદ 700 ગામોમાં હિંસા થઈ છે. મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેમના કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. કૈલાસ વિજયવર્ગીયે આરોપ લગાવ્યો કે બીરભૂમમાં અમારી બે મહિલા કાર્યકરોને ઝડપી લેવામાં આવી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો. 700 ગામમાં કોઈ ખાસ વર્ગના લોકો લૂંટ ચલાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં અરાજકતા છે. તે જ સમયે, કૈલાસ વિજયવર્ગીયે માહિતી આપી હતી કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળની મુલાકાત લેશે.

West Bengal  ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે  કહ્યું કે અમે ભાજપનો કંટ્રોલરૂમ બનાવ્યો છે અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં પણ હુમલો થઈ રહ્યો છે ત્યાં તે લોકો કોલકત્તા આવે. અમે તેમના રહેવા માટે જગ્યા બનાવી રહ્યા છીએ. મેં આટલી અરાજકતા કદી જોઇ નથી. જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન કરવામાં આવ્યું હતું, ત્યારે આવી સ્થિતિ આવી હતી જે આજે રાજ્યમાં છે. ફક્ત એક ખાસ લોકો આ બધુ કામ કરી રહ્યા છે. પોલીસ ફોન ઉપાડતી નથી.

કૈલાસ વિજયવર્ગીયે  જણાવ્યું હતું કે, West Bengal માં ભાજપના કાર્યકરોને  માર મારવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોનાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે અને ઓફિસો ઉપર હુમલો થઈ રહ્યો છે. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં કૈલાસ વિજયવર્ગીયે વધુમાં કહ્યું કે અમે આ અંગે ગૃહ મંત્રાલય અને ગૃહ પ્રધાનને જાણ કરી છે. ચૂંટણી પરિણામ બાદ હિંસાની કેટલી ઘટનાઓ બની છે તેની માહિતી આપવા મંત્રાલયે રાજ્ય સરકારના ગૃહ સચિવની પાસે જવાબ માંગ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે

ભાજપના નેતાએ કહ્યું કે મમતા બેનર્જી નિર્લજ્જતાપૂર્વક કહી રહ્યા છે કે તેમના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે, પરંતુ આજની પરિસ્થિતિમાં કોણ વિચારી શકે છે કે ટીએમસીના કાર્યકરો પર હુમલો થઇ રહ્યો છે. સત્ય એ છે કે ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે. ઘણા કાર્યકરો ઘર છોડી ગયા છે. ખૂબ જ જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે કહ્યું કે શક્ય છે કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બંગાળની મુલાકાત લઈ શકે. મેં મારા જીવનમાં આ પ્રકારનો રાજકીય હુલ્લડો ક્યારેય જોયા નથી, માત્ર પાકિસ્તાનના ભાગલા વિશે સાંભળ્યું છે. વહીવટીતંત્ર આંખ મીંચીને બેઠું છે.

મમતાના કહેવાથી હિંસાની ઘટનાઓ

કૈલાસ વિજયવર્ગીયે  મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે આ બધું  સો ટકા મમતા બેનર્જીના કહેવાથી થઈ રહ્યું છે. એક આઈપીએસ અધિકારીએ મને કહ્યું છે કે અમને કહેવામાં આવ્યું છે કે ફોન ઉપાડશો નહીં જે થાય તે  થવા દો. આ બધી ઘટનાઓ મમતા અને તેના નેતાઓના કહેવાથી થઈ રહી છે. કાર  પર  હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, “આવતીકાલે અમે મેદાનમાં ઉતરીશું અને આ પ્રકારની હિંસા થવા નહીં દઈશું.” ગૃહ પ્રધાન અમિત શાહ  સાથે પણ મારી ઘણી વાતચીત થઈ છે. ‘

Published On - 10:59 pm, Mon, 3 May 21

Next Article