ટેબલેટ મામલે વિધાનસભામાં ભારે હોબાળો, ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને!

|

Mar 03, 2020 | 11:10 AM

કિંજલ મિશ્રા | અમદાવાદ,  આજે ફરી એક વખત ટેબલેટ મામલે ગૃહનો માહોલ ગરમાયો હતો.  બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા.  પરેશ ધાનાણીને આ મામલે આવતીકાલે યા તો સાબિત કરવું કે 1408 માં ટેબલેટ મળે છે અથવા માફી માંગવા અધ્યક્ષે જણાવ્યું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

ટેબલેટ મામલે વિધાનસભામાં ભારે હોબાળો, ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને!

Follow us on

કિંજલ મિશ્રા | અમદાવાદ,  આજે ફરી એક વખત ટેબલેટ મામલે ગૃહનો માહોલ ગરમાયો હતો.  બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા.  પરેશ ધાનાણીને આ મામલે આવતીકાલે યા તો સાબિત કરવું કે 1408 માં ટેબલેટ મળે છે અથવા માફી માંગવા અધ્યક્ષે જણાવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

આ પણ વાંયો :   VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ

આમ તો ગૃહમાં આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અમલના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાઈ હતી.  જો કે ટેબલેટ મામલે વિપક્ષ દ્વારા 27 ફેબ્રુઆરીએ કરાયેલા આક્ષેપોના પડખા હજુ પણ વિધાનસભા ગૃહમાં જોવા મળી રહ્યા છે.  આજે ટેબલેટ  મામલે એક તબક્કે ગૃહમાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા.  તો કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વ નું છે કે વિધાનસભા ગૃહમાં થોડા દિવસ અગાઉ સરકાર દ્વારા ટેબલેટ  આપવાની સ્કીમ છે જેને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકારે એ ટેબલેટ ઊંચા ભાવે ખરીદી કરી છે. અલિબાબા નામની વેબસાઈટમાં એ જ ટેબ્લેટ માત્ર 1408 રૂપિયામાં મળે છે. જેને લઈને ટ્રેઝરી બેંચે માંગ કરી હતી કર પરેશ ધાનાણી સાબિત કરે કે સરકાર જે ટેબ્લેટ આપી રહી છે એજ સ્પેશિફિકેશનના ટેબ્લેટ 1408 રૂપિયામાં મળે છે અને જો સાબિત ના કરી શકે તો ગૃહની માફી માંગે જેને લઈને આજે ગૃહમાં પરેશ ધાનાણીએ આ મામલે ખુલાસો કરવાની શરૂઆત કરતા જ ટ્રેઝરી બેંચે અધ્યક્ષ સમક્ષ માંગ કરી હતી કે અન્ય કોઈ ખુલાસા સાંભળવા નથી માત્ર હા કે ના માં જવાબ આપે કે કિંમત 1408માં એ ટેબલેટ મળે છે કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુખ્યમંત્રી વિજય રુપાણી

જેની સામે પરેશ ધાનાણી એ હળવા અંદાજમાં કહ્યું હતું કે મને સાંભળો તમારી છાતી ગદ ગદ ફૂલી જશે  અને બંને પક્ષે ઉગ્ર રજુઆત થઈ હતી.  અંતે અધ્યક્ષે કહ્યું હતું કે જે બાબત હતી તેમા માત્ર એજ કિંમતે મળી શકે છે કે નહીં અને જો ના તો માનવ સહજ ભૂલ ગણી માફી માંગવી.  જેની સામે પરેશ ધાનાણી એ બોલવા દેવા માટે રજુઆત કરી હતી તો એ વાત પણ કહી હતી કે પ્રથમ દિવસે જે 164 કરોડની વધારાની ચુકવણીની વાત કરી હતી તે ભૂલ હતી પરંતુ 52 કરોડ રૂપિયા વધારાના ચૂકવાયા છે પરંતુ તેને બોલવાનો મોકો આપવામા આવ્યો નહોતો.

આ દરમિયાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરખાસ્ત મૂકી હતી કે પરેશ ધાનાણી સાબિત કરે જો સાબિત ના કરી શકે તો ગૃહની હાજરીમાં અધ્યક્ષ ઠપકો આપે જેને પ્રદીપસિંહ જાડેજાએ ટેકો જાહેર કર્યો હતો.  અધ્યક્ષે એજ સમયે કહ્યું હતું કે પરેશ ધાનાણીને વધુ કહેવું હોય તો લેખિતમાં આપે અને આવતીકાલ સુધીમાં મંત્રીઓને પણ રૂબરૂ મળી રજુઆત કરે તો તેની સામે પણ ટ્રેઝરી બેંચે વાંધો ઉઠાવ્યો હતો અને આજે જ આ મામલે ગૃહમાં પરેશ ધાનાણી સાબિત કરે અથવા માફી માંગે. અંતે સીએમ એ કહ્યું હતુ કે ભલે આવતીકાલ પર રાખવામાં આવે પરંતુ અન્ય કોઈ ખુલાસા સાંભળવામાં નહીં આવે.  માત્ર જે મુદ્દો છે એજ મુદ્દે સાબિત કરે કે એ ટેબલેટ 1408 મળે છે કે નહીં અથવા માફી માંગે એની સામે અધ્યક્ષે પણ કહ્યું હતું કે આ મુદ્દો આવતીકાલ પર રાખવામાં આવે છે પરંતુ કાલ પણ વધારે બોલવાની મંજૂરી આપવામાં અહીં આવે અંતે બને પક્ષે સમંતિ દર્શાવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article