BJPએ મમતા બેનર્જીને પૂછ્યું, ઇસ્લામીક પ્રાર્થના કરી શકો છો, તો જયશ્રી રામ બોલવામાં કેમ તકલીફ થાય છે?

|

Jan 24, 2021 | 3:45 PM

વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે “ભગવાનના નામ જય શ્રી રામથી પહેલા રાવણ અપમાનીત મહેસૂસ કરતો હતો અને હવે, સેક્યુલર માફિયા!”

BJPએ મમતા બેનર્જીને પૂછ્યું, ઇસ્લામીક પ્રાર્થના કરી શકો છો, તો જયશ્રી રામ બોલવામાં કેમ તકલીફ થાય છે?
Mamata Banerjee

Follow us on

વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે “ભગવાનના નામ જય શ્રી રામથી પહેલા રાવણ અપમાનીત મહેસૂસ કરતો હતો અને હવે, સેક્યુલર માફિયા!” બંગાળ બીજેપીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને સવાલ કર્યો છે કે જો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ સરકારની કોઈ પણ ઘટનામાં ઇસ્લામિક પ્રાર્થના કરી શકે છે, તો તેમને જય શ્રીરામ બોલવું કેમ મુશ્કેલ લાગે છે?

તમને જણાવી દઇએ કે શનિવારે વિક્ટોરિયા મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે જય શ્રીરામના નારા પર મમતા બેનર્જી રોષે ભરાયા હતા. જેના વિરોધ સ્વરૂપ તેમણે કોઇ ભાષણ પણ આપ્યું નહોતું. રવિવારે બંગાળ બીજેપીએ ટ્વિટ કર્યું હતું કે, જો સીએમ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ સરકારના કોઈપણ કાર્યક્રમમાં ઇસ્લામિક પ્રાર્થના કરી શકે છે, તો પછી તેમને જય શ્રી રામ બોલવામાં તકલીફ કેમ છે? તૃષ્ટિકરણ માટે? તેમણે બંગાળને બદનામ કર્યું અને નેતાજીની જયંતી પ્રસંગે તેમના આચરણ દ્વારા નેતાજીની વિરાસતનું અપમાન કર્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિશ્વ હિન્દુ પરિષદે પણ મમતાને ઘેર્યા
બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈનએ ટ્વિટ કર્યું છે કે, “ભગવાનના નામ જયશ્રી રામના નામ પહેલાં રાવણ પોતાનું અપમાન સમજતો હતો, અને હવે સેક્યુલરમાફિયા! હારનો ભય એટલો ભયાવહ છે કે તમે દેશની આત્માને પણ અપમાનિત કરો છો? મમતાજી, રામ ભારતના આત્મા છે, તેમના નામનો જાપ કરવાથી દેશ જ નહીં પરંતુ વિશ્વને ગૌરવ છે.”

Published On - 3:43 pm, Sun, 24 January 21

Next Article