BIHAR નીતીશકુમાર સરકારનું વિસ્તરણ, શાહનવાઝ હુસેન સહીત 17 નેતાઓ બન્યા પ્રધાન

|

Feb 09, 2021 | 3:08 PM

Bihar Cabinet Expansion 2021: નીતિશ કુમારની સરકારનું પ્રથમ વિસ્તરણ છે. જેમાં કુલ 17 પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યા છે. પ્રધાનમંડળમાં નવા સમાવેલા 17 પૈકી 9 ભાજપના અને 8 પ્રધાન જેડીયુના સભ્યો છે.

BIHAR નીતીશકુમાર સરકારનું વિસ્તરણ, શાહનવાઝ હુસેન સહીત 17 નેતાઓ બન્યા પ્રધાન
બિહારમાંં નીતીશ કુમારની સરકારનું વિસ્તરણ, ભાજપના શાહનવાઝ હુસૈન સહીત નવા 17 પ્રધાનો બન્યા

Follow us on

Bihar Cabinet Expansion 2021: બિહારમાં આજે એટલે કે મંગળવાર નીતીશ કુમારની સરકારનું વિસ્તરણ કરવામા આવ્યુ. ભાજપના રાષ્ટ્રીય નેતા શાહનવાઝ હુસેન સહીત વિસ્તરણ કરાયેલા પ્રધાનમંડળમાં વધુ 17 પ્રધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, શાહનવાઝ હુસેનને મહત્વના વિભાગની સાથે મહત્વપૂર્ણ  જવાબદારી સોપવામાં આવી શકે છે.  કુલ 17 નવા પ્રધાનમાં 9 ભાજપના અને 8 જેડીયુના છે.

JDUમાંથી કોણ કોણ બન્યુ પ્રધાન

1 શ્રવણ કુમાર,

2 મદન સહની,

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

3 સંજય ઝા,

4 લેસીસિંહ

5  જમાખાન

6 જયંતરાજ

7 સુનિલકુમાર

8 સુમિત કુમાર

શાહનવાઝ હુસૈનની સાથે સાથે ભાજપમાંથી કોણ બન્યુ પ્રધાન

1 પ્રમોદ કુમાર

2 આલોક રંજન

3 નીરજસિંહ બબલુ

4 નિતીન નવિન

5 સમ્રાટ ચૌધરી

6 સુભાષસિંહ

7  જનક રામ

8 નારાયણ પ્રસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના કેબિનેટના વિસ્તરણ પૂર્વે ભાજપમાંથી જ્ઞાનેન્દ્રસિંહ જ્ઞાનુ નારાજ હતા. વિરોધના ભાગરૂપે જ્ઞાનેન્દ્રસિંહે એવુ પણ કહ્યુ કે, ભાજપ સવર્ણ વિરોધી પક્ષ છે. વિસ્તરણમાં પોતાનુ નામ ના હોવાના પગલે, જ્ઞાનેન્દ્રસિંહે આ પ્રકારનું નિવેદન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, રાજકિય વિશ્લેષકો આ ઘટનાને આવનારા ભવિષ્યમાં ભાજપમાં મોટા રાજકીય વમળ સર્જનારા બતાવી રહ્યાં છે.

 

Next Article