ભાજપને કોરોનાની નહી રાજ્યસભાની ચૂંટણીમાં જીતની પડી છે, ભાજપ સ્મશાનમાં પણ રાજનીતિ કરી શકે છે- અર્જુન મોઢવાડિયા

|

Jun 04, 2020 | 8:42 AM

ચૂંટણી કોઈ પણ હોય પરંતુ દલબદલુઓ માટે એ હંમેશા એવરગ્રીન સિઝન રહી છે. આ કિસ્સામાં મુખ્યપાર્ટીઓ પણ બાકાત નથી કેમકે જે રીતે છાશવારે ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસ પક્ષમાંથી પડી રહ્યા છે તે રીતે જોતા ધારાસભ્યો માટે પ્રજા એ આપેલા મત મજાક બનીને રહી ગયા છે. રાજ્યસભાની ચૂંટણીઓ પહેલા ફરી એકવાર કોંગ્રેસમાંથી બે ધારાસભ્યનાં રાજીનામા પડતા કોંગ્રેસનું […]

ભાજપને કોરોનાની નહી રાજ્યસભાની ચૂંટણીમાં જીતની પડી છે, ભાજપ સ્મશાનમાં પણ રાજનીતિ કરી શકે છે- અર્જુન મોઢવાડિયા
http://tv9gujarati.in/bhajap-ne-korona…t-kari-shake-che/

Follow us on

ચૂંટણી કોઈ પણ હોય પરંતુ દલબદલુઓ માટે એ હંમેશા એવરગ્રીન સિઝન રહી છે. આ કિસ્સામાં મુખ્યપાર્ટીઓ પણ બાકાત નથી કેમકે જે રીતે છાશવારે ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસ પક્ષમાંથી પડી રહ્યા છે તે રીતે જોતા ધારાસભ્યો માટે પ્રજા એ આપેલા મત મજાક બનીને રહી ગયા છે. રાજ્યસભાની ચૂંટણીઓ પહેલા ફરી એકવાર કોંગ્રેસમાંથી બે ધારાસભ્યનાં રાજીનામા પડતા કોંગ્રેસનું મોવડીમંડળ અને નેતાઓ ઉંચાનીચા થઈ ગયા છે. કરજણનાં ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ આપેલા રાજીનામા બાદ કોંગ્રેસમાંથી નિવેદનોનો દોર શરૂ થયો છે. પક્ષના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે બે ધારાસભ્યના આમ કે તેમ જવાથી કોઈ ફરક નથી પડતો. ભાજપના સંસ્કાર છે કે તે સ્મશાનમાં પણ રાજનીતિ કરી શકે છે.ભારતની જનતા આવા હથકંડાઓને દશકાઓ સુધી યાદ રાખશે. દાણીલીમડા વિસ્તારનાં ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અક્ષય પટેલ અને જીતુ ચૌધરીના દિકરાઓની લીઝ ચાલે છે તે મુદ્દે તેમને ભીંસમાં લઈ શકાયા હોવા જોઈએ. ભાજપ લોભ-લાલચ આપીને જ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી રહી છે. કોરોનાનાં સમયમાં આટલું ધ્યાન આરોગ્યના ક્ષેત્રમાં રાખ્યું હોતે તો ગુજરાતમાં મૃત્યુદર વધ્યો ન હોત.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Next Article