Bengal Elections: અધીર રંજને મમતા પર કર્યો પ્રહાર, કહ્યું ‘BJPના ડરથી પોતાને બ્રાહ્મણ બતાવવા લાગ્યા’

|

Mar 10, 2021 | 5:12 PM

Bengal Elections: જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો વધતો જઈ રહ્યો છે. હવે મમતા બેનર્જીના ચંડીપાઠને લઈને વિવાદ શરૂ થયો છે.

Bengal Elections: અધીર રંજને મમતા પર કર્યો પ્રહાર, કહ્યું BJPના ડરથી પોતાને બ્રાહ્મણ બતાવવા લાગ્યા

Follow us on

Bengal Elections: જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો વધતો જઈ રહ્યો છે. હવે મમતા બેનર્જીના ચંડીપાઠને લઈને વિવાદ શરૂ થયો છે. એક તરફ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા અને નંદીગ્રામથી મમતાની સામે ચૂંટણી લડી રહેલા શુભેન્દુ અધિકારીએ મમતા પર ખોટી રીતે ચંડીપાઠ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે.

 

અધીર રંજનના મમતા પર પ્રહાર 
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે તેમના પર ચૂંટણીમાં હિન્દુ હોવાનો આરોપ લગાવ્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસે પણ મમતા પર પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું હતું કે, BJPના ડરથી મમતા પોતાને મોટા હિન્દુવાદી અને બ્રાહ્મણ બતાવવા લાગ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પહેલા હિજાબ પહેરતા હતા મમતા, હવે હિન્દુ બન્યા
અધીર રંજને મમતા પર પ્રહાર કરતાં કહ્યું, “પહેલા તેઓ કહેતા હતા કે હું હિજાબ પહેરું છું, મુસ્લિમોનું રક્ષણ કરું છું અને હવે મમતા પોતાને બ્રાહ્મણ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.” તેમણે કહ્યું કે મમતા હવે ઘરે ઘરે જઈને એમ કહી રહ્યાં છે કે, “હું બ્રાહ્મણ છું” અધીર રંજને કહ્યું,  મેં પહેલાં ક્યારેય તેમને ચંડીપાઠ કરતા નથી જોયા. 

 

આ પણ વાંચો: થાઇલેન્ડના વડા પ્રધાનનું વિચિત્ર વર્તન, સવાલ પૂછતા પત્રકારો પર છાંટ્યું સેનિટાઇઝર

Published On - 5:09 pm, Wed, 10 March 21

Next Article