Bengal માં પોસ્ટર યુદ્ધ, ભાજપએ મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરીને કહ્યું, ફુઈ નહીં દીકરી જોઈએ

|

Feb 27, 2021 | 3:28 PM

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ બંગાળમાં (Bengal ) લડાઈ ફુઈ અને દીકરી પર આવી ગઈ છે. બંગાળ ભાજપે મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરીને કહ્યું છે કે, બંગાળને ફુઈ નથી દીકરી જોઈએ. તો ટીએમસીએ જવાબમાં કહ્યું હતું કે, બંગાળને તેની દિકરી પસંદ છે.

Bengal માં પોસ્ટર યુદ્ધ, ભાજપએ મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરીને કહ્યું, ફુઈ નહીં દીકરી જોઈએ

Follow us on

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ બંગાળમાં (Bengal ) લડાઈ ફુઈ અને દીકરી પર આવી ગઈ છે. બંગાળ ભાજપે મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરીને કહ્યું છે કે, બંગાળને ફુઈ નથી દીકરી જોઈએ. તો ટીએમસીએ જવાબમાં કહ્યું હતું કે, બંગાળને તેની દિકરી પસંદ છે.

બીજેપીએ પોસ્ટરમાં બંગાળની નવ પાર્ટી મહિલા નેતાઓના ચહેરા મુક્યા છે. જેમાં રૂપા ગાંગુલી, દેબોશ્રી ચૌધરી, લોકેટ ચેટર્જી, ભારતી ઘોષ, અગ્નિમિત્રા પોલનો સમાવેશ થાય છે. ભાજપએ પોસ્ટરમાં લખ્યું હતું કે, ‘બંગાળને એક દીકરી જોઈએ છે, પિશી’ નહીં. ‘પિશી’ એક બંગાળી શબ્દ છે જેનો ઉપયોગ પિતૃપક્ષ માટે થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટીએમસીએ મમતા બેનર્જીને ‘બંગાળની પુત્રી’ તરીકે દેખાડયા છે. તાજેતરમાં ટીએમસીએ મમતાને ‘બંગાળની પુત્રી’ બતાવતાં મુખ્ય અભિયાન ‘બંગાળ નિજેર મેયેક ચૈયે’ શરૂ કર્યું હતું.

ટીએમસીએ મમતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, “તેણીનું જીવન ન્યાય માટેનું લડતું રહ્યું છે. તેમની માનવતા બંગાળના દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી ગઈ છે. તેમની સાદગી અને મિત્રતાએ તેને ઘરની પુત્રી બનાવી છે. તેમના નેતૃત્વથી બંગાળ પ્રગતિ પર આગળ વધી રહ્યું છે. #બંગાળ નિજેર મેયેક ચૈયે.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે 27 માર્ચ શરૂ થઈને 29 એપ્રિલ સુધી મતદાન ચાલશે. જેનું રિઝલ્ટ 2 મેના રોજ આવશે.

જણાવી દઈએ કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન સંપન્ન થયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે ના રોજ પૂરો થાય છે. પશ્ચિમ બંગાળ છેલ્લા 10 વર્ષથી સતામાં છે. ભાજપ મુખ્યમંત્રી મમતા બેનર્જીને સતા પરથી હટાવવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ગત વિધાનસભામાં તૂર્ણમૂલ કોંગ્રેસને 211 સીટ મળી હતી. જયારે ભાજપને ત્રણ સીટ પરથી જ સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસને 44 સીટ અને માકપાને 26 સીટ મળી હતી.

Next Article