Bengal Election 2021: 7 માર્ચે PM મોદી બ્રિગેડ મેદાનમાં સભા ગજવશે, 10 લાખ લોકોને એકત્ર કરવાનું લક્ષ્ય

|

Mar 02, 2021 | 7:33 PM

Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. "નીલ બારી" અથવા નબન્નાના દખલના લક્ષ્ય સાથે BJP આગામી રવિવારથી અંતિમ યુદ્ધના રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહી છે.

Bengal Election 2021: 7 માર્ચે PM મોદી બ્રિગેડ મેદાનમાં સભા ગજવશે, 10 લાખ લોકોને એકત્ર કરવાનું લક્ષ્ય

Follow us on

Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. “નીલ બારી” અથવા નબન્નાના દખલના લક્ષ્ય સાથે BJP આગામી રવિવારથી અંતિમ યુદ્ધના રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહી છે. રવિવાર એટલે 7 માર્ચે ઐતિહાસિક બ્રિગેડ મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધવાના છે, જેની ભાજપ જોર શોરથી તૈયારીઓ કરી રહી છે.

 

આ પહેલા બંગાળ ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે મંગળવાર અને બુધવારે ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા આવી શકે છે. પરંતુ ગૃહમંત્રી આ પ્રવાસ પર આવી રહ્યા નથી. તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે બ્રિગેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની રેલીને 200 ટકા સફળતા આપવા માટે ભાજપની આખી ટીમ રાજ્ય, કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ પાર્ટી કાર્યકરથી લઈને નેતા સુધી એકત્રીત થયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

ભાજપની 10 ​​લાખ લોકો એકત્રિત કરવાની તૈયારી

એવું માનવામાં આવે છે કે લગભગ 7 થી 8 લાખ લોકો રેલીમાં એકત્ર થયા હશે જ્યારે ડાબેરીઓ, કોંગ્રેસ અને ISFએ એક સાથે રેલી કરી હતી. (જોકે તેની પુષ્ટિ કરવી લગભગ અશક્ય છે) અને ભાજપ બ્રિગેડમાં 10 લાખથી વધુ લોકોને એકત્રિત કરવા માંગે છે. આ આધારે ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. હવે તે નક્કી થયું છે કે ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચ પછી જ ફરીથી કલકત્તાનો પ્રવાસ કરશે. મંગળવાર અને બુધવારે ઉત્તર અને દક્ષિણ કલકત્તાથી રોડ શો શરુ કરીને મધ્ય કલકત્તામાં પૂર્ણ કરવાની યોજના વિશે અગાઉ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results : કોંગ્રેસના આદિવાસી ગઢ ડાંગમાં ભાજપે ભગવો લહેરાયો, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો

Next Article