Bengal Election 2021: નંદીગ્રામમાં કલમ 144 લાગુ, મમતા બેનર્જીએ કહ્યું ‘મતદાતાઓને ધમકાવી રહ્યા છે અન્ય રાજ્યના ગુંડાઓ’

|

Mar 31, 2021 | 6:51 PM

Bengal Election 2021: શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત નંદીગ્રામના મતદાન પર સમગ્ર રાષ્ટ્રની નજર છે. ચૂંટણી પંચે નંદિગ્રામમાં સલામતીને ધ્યાનમાં રાખીને 22 કંપની સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરવાની જાહેરાત કરી છે.

Bengal Election 2021: નંદીગ્રામમાં કલમ 144 લાગુ, મમતા બેનર્જીએ કહ્યું મતદાતાઓને ધમકાવી રહ્યા છે અન્ય રાજ્યના ગુંડાઓ
Mamata Banerjee (File Image)

Follow us on

Bengal Election 2021: શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત નંદીગ્રામના મતદાન પર સમગ્ર રાષ્ટ્રની નજર છે. ચૂંટણી પંચે નંદિગ્રામમાં સલામતીને ધ્યાનમાં રાખીને 22 કંપની સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જિલ્લા પ્રશાસને નંદીગ્રામમાં કલમ 144 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આવતીકાલે મતદાન સમાપ્ત થાય ત્યાં સુધી પાંચ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે એટલે કે 1લી એપ્રિલમાં બીજા તબક્કાનું મતદાન છે. ગુરુવારે નંદીગ્રામ સહિત 30 બેઠકો પર મતદાન યોજાશે. અગાઉ સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે નંદીગ્રામ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી હિંસા અને અશાંતિના સમાચારો આવી રહ્યા છે. નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો પ્રયાસ કરવો તે વહીવટીતંત્રની જવાબદારી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે નંદીગ્રામમાં મુશ્કેલી ઉભી કરવા અને મતદારોને ધમકાવવા માટે અન્ય રાજ્યોમાંથી કથિત ગુંડાઓ આવ્યા છે.

 

 

ગુંડાઓ દ્વારા મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે: મમતા બેનર્જી
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે પૂર્વ મેદનીપુર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારના ઘણા ગામોમાં સ્થાનિક લોકોને ભગાડી દેવામાં આવ્યા છે. મમતા બેનર્જી પર આરોપ લગાવતા, “અન્ય રાજ્યોના ગુંડાઓ મતદારોને ધમકાવવા નંદીગ્રામમાં પ્રવેશ્યા છે. બલરામપુર ગામ અને અન્ય વિસ્તારોના ગામલોકોને ભગાડી મુકવામાં આવી રહ્યા છે. તેઓ મતદારોને ધમકી આપી રહ્યા છે. અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી રહ્યા છીએ. ચૂંટણી પંચે આ બાબતનું ધ્યાન લેવુ જોઈએ અને પગલાં ભરવા જોઈએ.”

 

મુખ્યમંત્રીને હારનો થયો અહેસાસ: ભાજપ
ભાજપના નેતા જયપ્રકાશ મજમુદારે કહ્યું કે ચૂંટણી પંચે આ આક્ષેપોની તપાસ કરવી પડશે, પરંતુ લાગે છે કે મુખ્યપ્રધાનને હારનો અહેસાસ થયો છે, તેથી તે પહેલા પણ આવા દાવા કરી રહી છે. તેનો સામનો ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓનો છે. મંગળવારે મમતા બેનર્જી અને અમિત શાહે આજ વિસ્તારમાં રોડ-શો કર્યો હતો.

 

આ પણ વાંચો : West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 30 બેઠકો માટે મતદાન, નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે ટક્કર

Next Article