અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળ પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીને મળશે, ગાંગુલી રાજનીતિમાં જોડાશે ?

|

Jan 24, 2021 | 10:13 PM

અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લે તેવી સંભાવના છે.

અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળ પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીને મળશે, ગાંગુલી રાજનીતિમાં જોડાશે ?

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લે તેવી સંભાવના છે. રાજકીય કોરિડોરમાં સૌરવના પ્રવેશ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા હળવા હાર્ટ એટેક આવ્યા બાદ સૌરવને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ઘરે આરામ કરી રહ્યાં હતાં. હવે પછીના કેટલાક દિવસોમાં તે બીજી વખત એન્જીયોપ્લાસ્ટી કરાવશે.

જ્યારે સૌરવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમની પત્ની ડોના ગાંગુલીને દાદાની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો અને હવે તેની આગામી બંગાળની મુલાકાત દરમિયાન બેહલામાં સૌરવના ઘરે મુલાકાત લેવાની ચર્ચા છે. રાજકીય દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પાછળ એક કારણ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બંગાળ બીજેપી ઘણા સમયથી સૌરવને પાર્ટીમાં સામેલ કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી હતી. સૌરવને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ આ પ્રયાસ બંધ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાનની સૌરવના ઘરે મુલાકાતના સમાચારોથી આ પ્રયાસને ફરીથી શરૂ કરવાની અટકળો શરૂ થઈ છે. બંગાળ ભાજપ સૌરવને સીધા મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સામે મુકવા માંગે છે, જોકે સૌરવ ઘણી વાર કહી ચૂક્યો છે કે રાજકારણમાં પગ મૂકવાની તેમની કોઈ યોજના નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને સાથે સૌરવના ઘણા સારા સંબંધો છે. અમિત શાહનો પુત્ર જય શાહ બીસીસીઆઈનો સેક્રેટરી છે અને તે પણ ગાંગુલીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન સૌરવને જોવા માટે કોલકાતા આવ્યો હતો. માનવામાં આવે છે કે ગૃહમંત્રી અમિત શાહ ભાજપમાં માતુઆ સમુદાયના મતદારોને સંબોધન કરવા જશે અને તેઓને સંબોધન પણ કરશે.

Published On - 10:03 pm, Sun, 24 January 21

Next Article