બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ!

|

Jan 16, 2019 | 2:39 PM

શિવસેના પ્રમુખ સ્વર્ગિય બાલા સાહેબપર તેમના નિધન બાદ સૌથી મોટો અને ગંભીર આરોપ થયો છે. નારાયણ રાણેના દિકરા નિલેશ રાણેએ બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ કર્યો છે. એટલું જ નહીં, ઠાકરે દ્વારા બે શિવસૈનિકોની હત્યાનો પણ દાવો તેમણે કર્યો છે. આશ્યર્યની વાત છે કે આટલા મોટા આરોપ છતાં શિવસેના ચૂપ છે.. […]

બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ!
bala saheb thakrey wanted to kill singer sonu nigam

Follow us on

શિવસેના પ્રમુખ સ્વર્ગિય બાલા સાહેબપર તેમના નિધન બાદ સૌથી મોટો અને ગંભીર આરોપ થયો છે. નારાયણ રાણેના દિકરા નિલેશ રાણેએ બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ કર્યો છે. એટલું જ નહીં, ઠાકરે દ્વારા બે શિવસૈનિકોની હત્યાનો પણ દાવો તેમણે કર્યો છે. આશ્યર્યની વાત છે કે આટલા મોટા આરોપ છતાં શિવસેના ચૂપ છે..

સાંભળ્યું તમે… મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષના નેતા અને નારાયણ રાણેના દિકરા નિલેશ રાણેનો આ સનસનાટીભર્યો આરોપ નિલેશનો દાવો છે કે બૉલીવુડના ફેમસ સિંગર સોનૂ નિગમની હત્યાનું કાવતરું ઘડ્યું હતું શિવસેના પ્રમુખ સ્વર્ગિય બાલા સાહેબ ઠાકરેએ..

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો

શિવસેનાને નિલેશ રાણેનું ખુલ્લું આહ્વાન, રાણેની ટીકા કરશોતો ઠાકરેના કપડા ઉતરશે !

નિલેશ રાણેએ બાલા સાહેબ ઠાકરે પર સનસનાટીભર્યો આરોપ કર્યો કે સોનૂ નિગમ અને બાલા સાહેબનો શું સંબંધ છેએ જગજાહેર કરવા શિવસેના તેમને વિવશ ના કરે…

માત્ર સોનૂ નિગમ જ નહીંનિલેશ રાણેએ તો શિવસેના નેતા આનંદ દીઘે સહિત બે શિવસૈનિકોની હત્યાનો પણ આરોપ બાલા સાહેબ ઠાકરે પર લગાવ્યો…

આટલા ગંભીર અને મોટા આરોપ છતાં શિવસેના હજી ચૂપ છે.. કોઈ પણ શિવસેના નેતા આ બાબત બોલવા તૈયાર નથી.. સોનૂ નિગમે પણ મૌન ધારણ કર્યું છે… વાસ્તવમાં તાજેતરમાં

શિવસેનાની જાહેર સભામાં, શિવસેના સાંસદ વિનાયક રાઉતે નારાયણ રાણેની ટીકા થઈ. રાણેએ 10 વર્ષમાં 9 લોકોની હત્યા કરી હોવાનો આરોપ કર્યો. તો ટીકાથી છંછેડાઈ ગયેલા રાણે પુત્ર નિલેશે પલટવાર કર્યો

જોકે રાજકીય વિશ્લેષકો નિલેશના આ આરોપ પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે..

સાંભડો શું કહી રહ્યા છે સંદીપ પ્રધાન, રાજકીય વિશ્લેષક 

“આનંદ દીઘેનો અકસ્માત થયો હતો. તેમની તબિયત નાજૂક હતી.. તેમનું હ્રદય બંધ પડી ગયું હતું.. આ વાત બધા જાણે છે.. છતાં આશ્ચર્ય એ વાતનું છે કે નિલેશ રાણેએ આ નવી માહિતી ક્યાંથી શોધી કાઢી તેમને આ માહિતી ક્યાંથી અને કેવી રીતે મળી અને આટલા વર્ષ બાદ તેઓ આ વાત શા માટે કરી રહ્યા છે, એ સવાલ છે…”

શિવસેના નેતાઓ આ બાબત ભલે ચૂપ હોયપરંતુ શિવસૈનિકોએ આંદોલન શરૂ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર નિલેશ રાણેના પૂતળાનું મોઠું કાળું કરી, ચપ્પલ મારી, પૂતળાને આગ ચાંપવામાં આવી રહી છે.. એવામાં આ આગ કેટલી વિકરાળ થશે અને કોને કોને દઝાડશે એ જોવું રહ્યું..

નિલેશ રાણેનેતામહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષ

૧. અનેકવાર સોનૂ નિગમને મારી નાખવાના પ્રયાસ થયા.. તમે તેમને પૂછો.. કદાચ એ કહેશે તમને..

૨. એ વખતે સોનૂ નિગમ ડરી ગયા હશે. પણ હવે બાલાસાહેબ નથી એટલે કદાચ કહેશે કે કેવી રીતે ક્યાં ક્યાં તેમને મારી નાખવા માટે શિવસૈનિકો બાલા સાહેબના કહ્યા બાદ ગયા હતા.. સૌનૂ નિગમ અને ઠાકરે પરિવાર વચ્ચે શું સંબંધ છે, એ મને કહેવા પર મજબુર ના કરશો.. મારું મોઢું ખુલશે તો જાહેર સભામાં બધું કહીશ.. ઈતિહાસ અમારો જ નથી.. તેમનો પણ છે.. લોકો ઠાકરે પરિવારનું કાળું સત્ય હજી જાણતા નથી.. હું કહીશ તો સ્મારક છોડો, તેમના શરીર પર કપડા પણ રહેશે નહીં..

Bureau Report

Published On - 2:36 pm, Wed, 16 January 19

Next Article