બંગાળમાં ચૂંટણી લડી રહેલા બાબુલ સુપ્રિયો થયા ગુસ્સે, ભાજપ કાર્યાલયમાં કાર્યકરને મારી દીધી થપ્પડ

|

Mar 30, 2021 | 11:57 AM

બંગાળમાં ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ શખ્સને થપ્પડ મારી દીધી હતી, જેને લઈને ટીએમસી તેમના પર પ્રહાર કરી રહી છે. બાદમાં આ નેતાએ તે અંગે સ્પષ્ટતા આપી છે.

બંગાળમાં ચૂંટણી લડી રહેલા બાબુલ સુપ્રિયો થયા ગુસ્સે, ભાજપ કાર્યાલયમાં કાર્યકરને મારી દીધી થપ્પડ
Babul Supriyo (File Image)

Follow us on

બંગાળમાં ચુંટણીની હલચલ વચ્ચે કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયોનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઈને નવી રાજકીય ચચાઓએ જોર પકડ્યું છે. આ કથિત વીડિયોમાં બાબુલ એક શખ્સને થપ્પડ મારતા નજરે પડે છે, જેને લઈને ટીએમસી તેમના પર પ્રહાર કરી રહી છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય મંત્રીએ પણ સ્પષ્ટતા આપી છે.

મંત્રી સાથે દલીલ કરી રહ્યો હતો એક વ્યક્તિ

ટોલીગંજની પાર્ટી ઓફિસમાં બાબુલ સુપ્રિયો કથિત રૂપે એક વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે. વિડીયો પ્રમાણે એક વ્યક્તિ કેન્દ્રીય મંત્રીને કહી રહ્યો છે કે ટીવી પર બાઇટ્સ આપવા અને ફોટા બતાવવાને બદલે, જમીન પર સંપૂર્ણ તાકાત સાથે અભિયાન ચલાવો. આ બાદ બાબુલ તે માણસને ચૂપ રહેવા કહે છે પરંતુ તે સતત તેમની સાથે દલીલ કરવાનું શરૂ કરે છે. જેના પછી પ્રધાને તેના પર હાથ ઉગામી દીધા. આ ઘટનાનો વીડિયો સોમવારે વાયરલ થયો હતો, ત્યારબાદ નવો વિવાદ ઉભો થયો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જો કે વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતી વખતે બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે તેણે વ્યક્તિને થપ્પડ માર્યો નથી પરંતુ માત્ર તેનો દેખાવ કર્યો હતો. આ ઘટના ટોલીગંજ મત વિસ્તારના રાણીકુથી વિસ્તારમાં સ્થિત ભાજપ કાર્યાલયની છે. જ્યાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી ડોલજત્રા ઉત્સવમાં ભાગ લેવા ગયા હતા.

‘કેટલાક વિભીષણ છે, કેટલાક મીર જાફર છે’

આ ઘટના પછી, બાબુલનું કહેવું છે કે “જ્યારે લોકો એક પક્ષથી બીજી પાર્ટીમાં આવે છે, ત્યારે તેમાંથી કેટલાક વિભીષણ હોય છે અને કેટલાક મીર જાફર (દગાબાજ) હોય છે. કેટલાક લોકો હંમેશાં તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં મને ઉશ્કેરવા છતાં મેં સંયમ રાખ્યો હતો.” જો કે બાબુલ સુપ્રિયોએ આ વ્યક્તિ વિશે તેમનું શું માનવું છે તેવું કહ્યું નહીં. આ વ્યક્તિ ટીએમસી દ્વારા મોકલવામાં આવ્યો હતો કે તે તેની પોતાની પાર્ટીનો કાર્યકર હતો. તેવું જણાવ્યું નહોતું.

ટીએમસીએ આ ઘટના બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે. પક્ષના પ્રવક્તા કુણાલ ઘોષે પૂછ્યું કે સુપ્રિયોને થપ્પડ મારનાર વ્યક્તિ ટીએમસીનો બાહ્ય વ્યક્તિ છે કે ભાજપમાં મતભેદ છે? તેમણે કહ્યું કે જેઓ અન્ય પક્ષોથી આવતા લોકોને તેમની સાથે જોડે છે, તેઓએ આવી વાતો ન કરવી જોઈએ.

Next Article