Assam : બે થી વધારે બાળકો હશે તો નહિ મળે અમુક સરકારી યોજનાનો લાભ, સીએમ હેમંત બિસ્વા સરમાની જાહેરાત

|

Jun 19, 2021 | 6:27 PM

આસામ(Assam)માં બે કરતા વધુ બાળકોના માતા-પિતાને સરકારની યોજનાઓ લાભ નહિ મળે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે આસામ સરકાર તબક્કાવાર 'બે બાળકો(Two Child)ની નીતિ' લાગુ કરશે.

Assam : બે થી વધારે બાળકો હશે તો નહિ મળે અમુક સરકારી યોજનાનો લાભ, સીએમ હેમંત બિસ્વા સરમાની જાહેરાત
આસામમાં બે થી વધારે બાળકો હશે તો નહિ મળે અમુક સરકારી યોજનાનો લાભ

Follow us on

આસામ(Assam)માં બે કરતા વધુ બાળકોના માતા-પિતાને સરકારની યોજનાઓ લાભ નહિ મળે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે આસામ સરકાર તબક્કાવાર ‘બે બાળકો(Two Child)ની નીતિ’ લાગુ કરશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં આ શક્ય નથી. પરંતુ રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો અમલ કરવામાં આવશે.

આસામ(Assam) ના સીએમ હેમંત બિસ્વા સરમાએ શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોવાથી આસામની તમામ યોજનાઓમાં સૂચિત ‘વસ્તી નિયંત્રણ નીતિ’ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. “કેટલીક યોજનાઓ છે જેમાં અમે બે બાળકો(Two Child)ની નીતિનો અમલ કરી શકતા નથી.

જેમ કે શાળાઓ અને કોલેજોમાં નિ: શુલ્ક શિક્ષણ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ. પરંતુ કેટલીક યોજનાઓમાં, જેમ કે જો રાજ્ય સરકાર આવાસ યોજના શરૂ કરે છે, તો બે બાળકો(Two Child)નો નિયમ લાગુ કરી શકાય છે. ધીરે ધીરે તેનો અમલ રાજ્ય સરકારની દરેક યોજનામાં કરવામાં આવશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મુખ્યમંત્રીએ પરિવારના કદ માટે તેમના માતાપિતાને નિશાન બનાવવાની વિપક્ષની ટીકા કરી હતી. સરમા પાંચ ભાઇઓના પરિવારમાં છે. “1970 ના દાયકામાં અમારા માતાપિતા અથવા અન્ય લોકોએ જે કર્યું તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. વિપક્ષ આવી વિચિત્ર વાતો કહી રહ્યો છે અને અમને 70 ના દાયકામાં પાછો લઈ રહ્યો છે. ”

સરમાએ 10 જૂનના રોજ ત્રણ જિલ્લામાં થયેલી બેદખલી અંગે વાત કરી હતી અને અલ્પ સંખ્યક પરિવારને ગરીબી ઓછી કરવા વસ્તી નિયંત્રણને લઇને “શાલીન પરિવાર નિયોજન નીતિ” અપનાવવા વિનંતી કરી હતી. સરમાએ મોટા પરિવાર માટે પ્રવાસી મુસ્લિમ સમુદાયને દોષી ઠેરવ્યો હતો, જેની પર એઆઈયુડીએફ સહિત વિવિધ પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.

આસામ(Assam)વર્ષ 2018 માં આસામ પંચાયત અધિનિયમ, 1994 માં થયેલા સુધારા મુજબ, પંચાયતની ચૂંટણી લડવા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, ચાલુ અવસ્થામાં શૌચાલય અને બે બાળકો એક માપદંડ છે. સરમાએ એમ પણ કહ્યું કે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ) ના વડા અને સાંસદ બદરૂદ્દીન અજમલે મહિલા શિક્ષણને આપવામાં આવતા મહત્વની પ્રશંસા કરી છે. જે વસ્તી નિયંત્રણ સાથે કરવાનું છે. તેમણે કહ્યું, ‘બદરૂદ્દીન અજમલ ગઈકાલે મને મળ્યા. તેમણે અમારા દ્વારા મહિલા શિક્ષણ માટે આપવામાં આવતા મહત્વની પ્રશંસા કરી.

Published On - 6:18 pm, Sat, 19 June 21

Next Article