Assam Assembly Election 2021 : આસામમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન, પાંચ મંત્રીઓ અને અનેક નેતાઓ મેદાનમાં

|

Mar 31, 2021 | 9:32 PM

Assam Assembly Election 2021 : ગુરુવારે આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાનથી પાંચ મંત્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને કેટલાક મહત્વપૂર્ણ વિપક્ષી નેતાઓનું રાજકીય ભાગ્ય નક્કી થશે. આ તબક્કામાં 26 મહિલાઓ સહિત 345 ઉમેદવારો મેદાનમાં છે

Assam Assembly Election 2021 : આસામમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન, પાંચ મંત્રીઓ અને અનેક નેતાઓ મેદાનમાં
અસમમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન

Follow us on

Assam Assembly Election 2021 : ગુરુવારે આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાનથી પાંચ મંત્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને કેટલાક મહત્વપૂર્ણ વિપક્ષી નેતાઓનું રાજકીય ભાગ્ય નક્કી થશે. આ તબક્કામાં 26 મહિલાઓ સહિત 345 ઉમેદવારો મેદાનમાં છે. જેના માટે ગુરુવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ચુસ્ત સુરક્ષા અને કોવિડ -19 ની માર્ગદર્શિકાના કડક પાલન વચ્ચે મતદાન કરવામાં આવશે.

Assam માં આ તબક્કામાં શાસક ભાજપ 34 બેઠકો પર ચુંટણી લડી રહી છે જ્યારે તેના સાથી પક્ષો, અસોમ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીએલ) અનુક્રમે છ અને ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, પાથરકાંડી અને અલ્ગાપુરમાં ભાજપ અને એજીપી વચ્ચે મૈત્રીપૂર્ણ હરીફાઈ છે. મજબત અને કાલીગાંવમાં પણ ભાજપ અને યુપીએલ વચ્ચે મૈત્રી સંઘર્ષ છે.

કોંગ્રેસ જે મહાગઠબંધન સાથે જોડાયેલી છે તે 28 બેઠકો પર ચુંટણી લડશે. જ્યારે એઆઈયુડીએફ સાત અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ચાર બેઠકો પર વિપક્ષ સામે બે બેઠક પર ચૂંટણી મેદાનમાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવી રચાયેલી Assam જાતિયા પરિષદ (એજેપી) 19 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ તબક્કામાં એનડીએ અને ગ્રાન્ડ એલાયન્સની 25 બેઠકો પર સીધી હરિફાઈ છે. જ્યારે બાકીની બેઠકો ત્રિકોણીય હરીફાઈમાં જોવા મળી રહી છે.

ભાજપના પ્રધાન પરિમલ શુકલાવૈદ્યની કોંગ્રેસના ઉમેદવાર કામૈયા પ્રસાદ માલા સાથે સીધા હરિફાઈમાં છે. ભાજપના વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અમીનુલ હક લસ્કરની સોનાઇમાં એઆઈયુડીએફના કર્મીઉદ્દીન બારભુયા સાથે સીધી લડાઈ છે. મંત્રી પીજુષ હઝારિકાની જાગીરોડ બેઠક (એસસી માટે અનામત) પર કોંગ્રેસના સ્વપન કુમાર મંડળ અને એજેપીના બુબુલ દાસ સાથે ત્રિકોણીય લડાઈ છે. તેમના મંત્રીમંડળના સહયોગી ભાવેશ કાલિતા રંગીયા મત વિસ્તારના એજેપીના બાબુલ શાહરીયા સાથે સીધી લડતનો સામનો કરશે.

આસામમાં પ્રથમ તબક્કામાં 62.36 ટકા જેટલું જ મતદાન

આસામમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં લોકોએ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં શનિવારે 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાની 47 બેઠકો માટેની ચુંટણીમાં 72 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં ચાર વાગે સુધીમાં 62.36 ટકા જેટલું જ મતદાન નોંધાયું હતું. જેમાં છેલ્લા કલાકોમાં મતદાન માટે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો અને તેના પગલે સાંજે 6 વાગે સુધીમાં મતદાન 72.14 ટકા નોંધાયું હતું.

આસામમાં યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમાં 47 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Next Article