Assam Assembly Election 2021: ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

|

Mar 05, 2021 | 9:10 PM

Assam Assembly Election 2021 : આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, જેના માટે ત્રણ ચરણોમાં મતદાન થવાનું છે.

Assam Assembly Election 2021: ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Follow us on

Assam Assembly Election 2021: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આસામ વિધાનસભા ચૂંટણી માટે 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આસામ વિધાનસભા ચૂંટણી ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ભાજપના દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ફરી એકવાર માજુલીથી લડશે CM સર્વાનંદ
ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે જણાવ્યું કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદી મુજબ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ ફરી એકવાર માજુલી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે નાણાપ્રધાન હેમંત બિસ્વા સરમા જલુકબારી બેઠક પરથી ચૂંટણી લડશે. રણજીતકુમાર દાસને પતાચાર્કીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો ધોકિયાજુલીથી અશોક સિંઘલને ટિકિટ આપવામાં આવી છે.

 

3 મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 3 મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. નઝીર હુસેનને રૂપોહિહાટથી ટિકિટ આપવામાં આવી છે અને સોનાઈ બેઠક પરથી અમીનુલ હક લશ્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો કાદિરુ જાજમાન જિન્નાને લાહરીઘાટથી મેદાનમાં ઉતાર્યા છે.

 

ભાજપ અને સહયોગીદળોમાં ટિકિટ વહેંચણી
આજે ભાજપ અને તેના સહયોગી આસામ ગણ પરિષદ (AGP) અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (UPL) વચ્ચે  86 બેઠકોની વહેંચણી માટે સમજૂતી થઈ છે. આમાંથી મોટાભાગની બેઠકો પર પહેલા અને બીજા ચરણમાં મતદાન થવાનું છે. સૂત્રો મૂજબ ભાજપ અને સહયોગીદળોમાં ટિકિટ વહેંચણીમાં ભાજપને 92 બેઠકો, AGPને 26 બેઠકો અને UPLને 8  બેઠકો મળી શકે છે. 

 

આ પણ વાંચો:  આવતીકાલે સવારે PM મોદી અને NSA અજીત દોવાલ આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત 

Next Article