ખેડૂત આંદોલનનો 27મો દિવસ, સરકાર સાથે વાતચીતના પ્રસ્તાવ પર ખેડૂતો નિર્ણય લેશે

|

Dec 25, 2020 | 8:09 PM

ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઇને ખેડૂત આજે બેઠક કરશે. જેમાં પંજાબ અને રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહીં. સરકાર તરફથી રવિવારે રાતે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેના પર ખેડૂતોનું માનવું છેકે સરકાર દેખાડો કરી રહી છે, […]

ખેડૂત આંદોલનનો 27મો દિવસ, સરકાર સાથે વાતચીતના પ્રસ્તાવ પર ખેડૂતો નિર્ણય લેશે

Follow us on

ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઇને ખેડૂત આજે બેઠક કરશે. જેમાં પંજાબ અને રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહીં. સરકાર તરફથી રવિવારે રાતે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેના પર ખેડૂતોનું માનવું છેકે સરકાર દેખાડો કરી રહી છે, અને સરકાર એજન્ડા પર ચર્ચા કરવા નથી માગતી. ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકારે 5 પેજનો ગૂંચવણવાળો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જૂની વાતો પર જ જોર મૂકવામાં આવ્યું છે. સરકારે એ જ પોઇન્ટ મોકલ્યા છે, જે 9 ડિસેમ્બરના પ્રસ્તાવમાં હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વનું છે કે ખેડૂતોની ભૂખ હડતાળ યથાવત્ છે.દિલ્લી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરહદો પર જ્યાં જ્યાં ખેડૂતો ધરણા આપી રહ્યા છે, ત્યાં ત્યાં ખેડૂતોએ ગઇકાલથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.દરરોજ 11 ખેડૂત 24 કલાકના ઉપવાસ પર બેઠા છે. તો હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી હરિયાણાના ખેડૂતો હરિયાણાને ટોલ ફ્રી કરશે.

Published On - 1:01 pm, Tue, 22 December 20

Next Article