Antilia Case: અનિલ દેશમુખની ખુરશી જોખમમાં.! શરદ પવારે આ બે મંત્રીઓને બોલાવ્યા દિલ્હી

|

Mar 21, 2021 | 1:08 PM

એન્ટિલિયા-સચિન વાઝે કેસમાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યા બાદ તેમના રાજીનામાંની માંગ વધી રહી છે.

Antilia Case: અનિલ દેશમુખની ખુરશી જોખમમાં.! શરદ પવારે આ બે મંત્રીઓને બોલાવ્યા દિલ્હી
અનિલ દેશમુખના રાજીનામાની માંગ

Follow us on

મુંબઇના એન્ટિલિયા-સચિન વાઝે કેસમાં (Sachin Vaze-Antilia Case) મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર પર જોખમ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યા બાદ રાજ્યની રાજનીતિમાં હાહાકાર મચી ગયો છે.

શરદ પવારે બે મંત્રીઓને બોલાવ્યા દિલ્હી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્ય સરકાર પર વધતા દબાણ વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સરકારમાં રહેલા તેમના બે પ્રધાનને દિલ્હી બોલાવ્યા છે. અજિત પવાર અને જયંત પાટિલને બેઠક માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિવસેનાના નેતા સંજય રાઉત પણ આ બેઠકમાં હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અનિલ દેશમુખ ઉપરના આક્ષેપો બાદ શું પગલા લેવા તે અંગે ચર્ચા થઈ શકે છે.

કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકાર પાસે માંગો હિસાબ

આ દરમિયાન બદલાટી ઘટનાક્રમો વચ્ચે ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે સચિન વાઝેની વસુલી ગેંગ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન માટે દર મહિને 100 કરોડની વસૂલાત કરતી હતી. ઉદ્ધવ સરકારને પંદર મહિના થયા છે, તેથી સરકારે પંદર સો કરોડના ભ્રષ્ટાચારનો હિસાબ આપવો પડશે.

અનુરાગ ઠાકુરે મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહાર

તે જ સમયે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારી અને પૂર્વ પોલીસ કમિશનરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોટા સવાલો ઉભા કર્યા છે. તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. જો મુંબઈ પોલીસની આ હાલત છે, તો તમે મહારાષ્ટ્રની કલ્પના કરી શકો છો.

 

 

મુંબઈમાં ભાજપના કાર્યકરોનો વિરોધ

ભાજપના કાર્યકરોએ મહારાષ્ટ્રમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ નારા લગાવતા ભાજપ કાર્યકરોએ અનિલ દેશમુખને બરતરફ કરવાની માંગ કરી હતી. વધતા વિરોધના ડરથી પોલીસે ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુરમાં ઘર બહાર સુરક્ષા વધારી દીધી છે.

 

 

‘અનિલ દેશમુખને બદલવાનો વિચાર નથી’

મહારાષ્ટ્રના નાણામંત્રી અને એનસીપી નેતા જયંત પાટિલે સ્પષ્ટ કહ્યું કે અનિલ દેશમુખને બદલવાનો કોઈ વિચાર નથી. તેમણે આરોપ લગાવ્યો, “પત્રને જોતા લાગે છે કે કોઈને ખુશ કરવા આ પત્ર લખવામાં આવ્યો છે.” દિલ્હીની યાત્રા પહેલા જયંત પાટિલે પંઢપૂરમાં સ્પષ્ટતા કરી છે કે, કોઈને ખાસ પ્રસન્ન કરવા માટે પૂર્વ પોલીસ કમિશનર દ્વારા મુખ્ય પ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. આ મામલે હજુ તપાસ ચાલુ છે. સમય જતા બધું સ્પષ્ટ થઈ જશે. હાલમાં ન તો ગૃહ પ્રધાનને હટાવવાની ચર્ચા છે કે ન તો તેના પર કોઈ વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર આ મામલે ઊંડાણમાં જશે.

પૂર્વ કમિશનરના ‘લેટર બોમ્બ’થી ખળભળાટ

આપને જણાવી દઈએ કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આરોપ લગાવ્યો હતો છે કે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ધરપકડ કરાયેલા એએસઆઈ સચિન વાઝેને બોલાવ્યા હતા અને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીરસિંહના આ આરોપ બાદ રાજ્યમાં રાજકારણનો પારો ચડેલો જોવા મળી રહ્યો છે.

Next Article