કોરોનાકાળમાં 1 લાખ લોકોને એકઠા કરવાની તૈયારી, નવી પાર્ટી બનાવી રહી છે જગમોહન રેડ્ડીની બહેન શર્મિલા

|

Apr 08, 2021 | 5:03 PM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ( Y. S. Jaganmohan Reddy)ની બહેન વાયએસ શર્મિલા (Yeduguri Sandinti Sharmila) નવી પાર્ટી શરૂ કરવા જઈ રહી છે. તે પાડોશી રાજ્ય તેલંગાણામાં એક કાર્યક્રમમાં નવી પ્રાદેશિક પાર્ટી શરૂ કરવા જઈ રહી છે,

કોરોનાકાળમાં 1 લાખ લોકોને એકઠા કરવાની તૈયારી, નવી પાર્ટી બનાવી રહી છે જગમોહન રેડ્ડીની બહેન શર્મિલા
YS Sharmila with Brother CM YS Jagmohan Reddy

Follow us on

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ( Y. S. Jaganmohan Reddy)ની બહેન વાયએસ શર્મિલા (Yeduguri Sandinti Sharmila) નવી પાર્ટી શરૂ કરવા જઈ રહી છે. તે પાડોશી રાજ્ય તેલંગાણામાં એક કાર્યક્રમમાં નવી પ્રાદેશિક પાર્ટી શરૂ કરવા જઈ રહી છે, જેમાં લગભગ એક લાખ લોકો શામેલ થઈ શકે છે. કોરોનાકાળમાં આવા મોટા આયોજનને લઈને ચિંતાઓ ઉભી થઈ રહી છે. શર્મિલા (Andhra Pradesh CM’s sister) જોકે કહે છે કે તેલંગાણાની ટીઆરએસ સરકાર રાજકીય કારણોસર અવરોધ લાદવાની તૈયારીમાં છે.

 

શુક્રવારે વાય.એસ.શર્મિલા ખમ્મમ જિલ્લાના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે. સંકલ્પ સભાના નામે આયોજિત આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા એક લાખ લોકો પહોંચે તેવી સંભાવના છે. આ સિવાય વાય.એસ.શર્મિલા હૈદરાબાદમાં તેના ઘરેથી 1,000 ગાડીઓના કાફલા સાથે ખમ્મામ પહોંચી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

શા માટે આંધ્ર કરતાં તેલંગાણાની થઈ રહી છે પસંદગી?
પહેલેથી જ સક્રિય રાજકારણમાં પ્રવેશવાની વાત કરી ચૂકેલા વાય એસ શર્મિલાએ નવી પાર્ટી શરૂ કરવા માટે ખમ્મમની પસંદગી કરી છે. તેનું કારણ એ છે કે તેમના પિતા વાય.એસ.રાજેશેરા રેડ્ડીનું અહીં સપોર્ટ બેસ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતાની રાજકીય જમીનનો લાભ લેવા તેમણે અહીંથી પાર્ટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 2014માં શર્મિલાના ભાઈ જગનમોહન રેડ્ડીની પાર્ટીએ પણ ખમ્મમમાંથી એક લોકસભા અને બે વિધાનસભા બેઠકો જીતી હતી. વાયએસ શર્મિલા શુક્રવારે યોજાનારી આ કાર્યક્રમમાં પાર્ટીનું નામ, ધ્વજ અને વિચારધારાની ઘોષણા કરશે.

 

આંધ્રપ્રદેશને બદલે તેલંગાણામાં નવી પાર્ટીની ઘોષણા અંગે શર્મિલા કહે છે કે તે પિતાના સપનાને પૂરા કરતી વખતે રાજના રજ્યમ એટલે કે રાજશેખર રેડ્ડીના સપના પૂરા કરવા માંગે છે. આ વિશાળ જાહેર સભાના આયોજન માટે જવાબદારી સાંભળી રહેલા કોંડા રાઘવ રેડ્ડીએ કહ્યું કે આ માટે પોલીસની જરૂરી મંજૂરી લેવામાં આવી છે. અમે કોઈને પણ અસુવિધા નહીં કરીએ અને કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે. જોકે તેમણે કહ્યું હતું કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સ્થાનિક નેતાઓ તેમાં અવરોધ ઉભો કરી શકે છે. તેઓ કોરોનાનું બહાનું કરીને અમારી રેલીને રદ કરવાનો પ્રયાસ કરી શકે છે.

 

વહીવટીતંત્રે કહ્યું કે જો કોરોના પ્રોટોકોલ તૂટશે તો કરવામાં આવશે કડક કાર્યવાહી

તેમણે કહ્યું કે ખમ્મમાં કોરોના કેસ તદ્દન ઓછા છે. આ સિવાય અમે જરૂરી સાવચેતી પણ રાખીશું. ખમ્મામના એસીપી બી.બી. અંજનેયુલુએ કહ્યું કે શર્મિલાની મીટિંગને આ શરતે મંજૂરી આપવામાં આવી છે કે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અમે બેઠકમાં દરેકને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપી છે. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Ahmedabad: આરોગ્ય વિભાગની અવ્યવસ્થા આવી સામે, ટેસ્ટિંગ ડોમ પર ટીમ રીશેષમાં ગયા બાદ પરત આવતી ન હોવાનો શહેરીજનોનો આક્ષેપ

Next Article