કોંગ્રેસ-આઈએસએફ જોડાણ અંગે આનંદ શર્માએ ઉઠાવ્યા સવાલ , કહ્યું કે આ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ

|

Mar 01, 2021 | 8:13 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Anand Sharma એ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય સેક્યુલર મોરચા (ISF ) વચ્ચેના જોડાણ અંગે સવાલ ઉઠાવ્યા છે. આનંદ શર્માએ મહાગઠબંધનને પાર્ટીની મૂળ વિચારધારા વિરુદ્ધ ગણાવ્યું છે.

કોંગ્રેસ-આઈએસએફ જોડાણ અંગે આનંદ શર્માએ ઉઠાવ્યા સવાલ , કહ્યું કે આ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Anand Sharma એ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય સેક્યુલર મોરચા (ISF ) વચ્ચેના જોડાણ અંગે સવાલ ઉઠાવ્યા છે. આનંદ શર્માએ મહાગઠબંધનને પાર્ટીની મૂળ વિચારધારા વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે માંગ કરી છે કે આઈએસએફ સાથે જોડાણની ચર્ચા કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં થવી જોઈએ. આનંદ શર્મા કોંગ્રેસ પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓમાંના એક છે જેમણે ગયા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને ટોચનાં નેતૃત્વ અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં આઈએસએફ સાથે કોંગ્રેસ પાર્ટીના જોડાણ અંગે Anand Sharma એ કહ્યું હતું કે, “કોમવાદની વિરુદ્ધની લડતમાં કોંગ્રેસ પસંદગીયુક્ત ના હોઇ શકે. આપણે દરેક પ્રકારના કોમવાદની સામે લડવું પડશે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની હાજરી અને ટેકો શરમજનક છે, તેઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

Anand Sharma  ઉમેર્યું, “આઈએસએફ અને આવા અન્ય પક્ષો સાથે કોંગ્રેસનું જોડાણ પાર્ટીની મૂળ વિચારધારા, ગાંધીવાદ અને નહેરુવાદી બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ છે, જે કોંગ્રેસ પક્ષની આત્મા છે. આ મુદ્દાઓની કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં ચર્ચા થવી જોઈએ.”

પશ્ચિમ બંગાળના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ આનંદ શર્માના આ આરોપો અંગે જણાવ્યું હતું કે તેઓ રાજ્ય માટે પાર્ટીના પ્રભારી છે અને મંજૂરી વિના કોઈ નિર્ણય લેતા નથી. અધિર રંજન ચૌધરીનું નિવેદન કે કોંગ્રેસ અને આઈએસએફ વચ્ચે જોડાણ પાછળ ટોચની પાર્ટી નેતાગીરીનો હાથ છે તે સ્પષ્ટ છે.

Next Article