અમરેલી : “ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા છે મારો અધિકાર છે” અમે ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે : પાટીલ

|

Nov 18, 2021 | 3:17 PM

પહેલા સી.આર.પાટીલની જીભ લપસી ધારાસભ્ય ડેરને ખેર કહ્યા હતા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય કહી રમૂજ પણ પાટીલે ફેલાવી હતી. હજુ બે દીવસ પહેલા જ ભાજપ સરકારના મંત્રી મુકેશ પટેલ અંબરીશ ડેરને ત્યાં ગયા હતા.

અમરેલી જિલ્લામાં આહીર સમાજના બાબરીયાધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અંબરીશ ડેર પર એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. “ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા છે મારો અધિકાર છે” તેવું પાટીલે જણાવ્યું છે. આ સાથે જ પાટીલે ઉમેર્યું કે “મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે તેનો ઉદય પણ ત્યાંથી જ થયો. અમે તેની માટે ખાસ હજુ જગ્યા રાખી છે.”

પહેલા સી.આર.પાટીલની જીભ લપસી ધારાસભ્ય ડેરને ખેર કહ્યા હતા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય કહી રમૂજ પણ પાટીલે ફેલાવી હતી. હજુ બે દીવસ પહેલા જ ભાજપ સરકારના મંત્રી મુકેશ પટેલ અંબરીશ ડેરને ત્યાં ગયા હતા. આજે ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમના માટે ખાલી જગ્યા રાખી છે અને તેમને ખખડાવાના છેનું જાહેરમાં નિવેદન કરતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. આ સાથે જ કોંગસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાવવાના સંકેત દેખાઇ રહ્યાં છે.

નોંધનીય છેકે રાજુલાના બાબરીયાધાર ગામમાં આહીર સમાજ સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત પ્રદેશ નેતાઓ પહોંચ્યા હતા. જેમાં અમરેલી સાંસદ નારણ કાછડીયા,સહિત સ્થાનીક ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. હાલ જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જેને અનુસંધાને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડવાની કવાયત પણ આરંભી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : IND vs NZ: ટીમ ઈન્ડિયાએ રોહિત કેપ્ટન બનતા જ ઈતિહાસ રચી દીધો અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Published On - 2:59 pm, Thu, 18 November 21

Next Video