AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વખત શપથ લેશે. નવી ટીમ મોદીમાં ગુજરાતમાં ત્રણથી ચાર પ્રધાનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહનો ટીમ મોદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત ગણાય છે. અમિત શાહને સરકારમાં નંબર 2નું સ્થાન મળી શકે છે. અમિત શાહને ગૃહ અથવા નાણાં પ્રધાનની જવાબદારી સોંપાઈ […]

PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન
| Updated on: Jun 07, 2019 | 7:02 AM
Share

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વખત શપથ લેશે. નવી ટીમ મોદીમાં ગુજરાતમાં ત્રણથી ચાર પ્રધાનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહનો ટીમ મોદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત ગણાય છે. અમિત શાહને સરકારમાં નંબર 2નું સ્થાન મળી શકે છે. અમિત શાહને ગૃહ અથવા નાણાં પ્રધાનની જવાબદારી સોંપાઈ શકે છે. અમિત શાહને ગૃહ વિભાગ સોંપવામાં આવે તેની શક્યતા વધારે દેખાઈ રહી છે. આ પાછળનું એક કારણ એવુ પણ દર્શાવવામાં આવે છે કે તેઓ ગુજરાતમાં આ જવાબદારી નિભાવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને પત્ર દ્વારા નવી મંત્રીમંડળમાં સમાવેશને લઈ પોતાના સ્થાન વિશે આપી માહિતી

2002માં ગુજરાતમાં બનેલી નવી સરકારમાં અમિત શાહ પાસે ગૃહ સહિત કુલ 12 વિભાગ હતા. અમિત શાહે મોટાપ્રમાણમાં એવો વિભાગ સાથે કામ કરેલું છે જેમાં સુરક્ષા અને પોલિસી લેવલની કામગીરી થતી હોય છે. કેન્દ્રમાં પણ ગૃહ વિભાગની જવાબદારી દ્વારા અમિત શાહનું કદ પણ મોટુ થઈ જશે. તો હાલમાં ગૃહ વિભાગ રાજનાથ સિંહ પાસે છે ત્યારે તેમને પણ સરંક્ષણ અથવા અન્ય વિભાગ સોંપવામાં આવી શકે છે.

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠકથી ચૂંટાયેલા પરબત પટેલનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શકે છે. પરબત પટેલ લો પ્રોફાઈલ અને ચૌધરી સમાજના મોટા નેતા છે. ગુજરાતમાંથી ઓબીસી નેતા તરીકે પરબત પટેલને સ્થાન મળી શકે છે. તો મધ્ય ગુજરાતના આદિવાસી મતદારો પર પ્રભુત્વ ધરાવતા જશવંતસિંહ ભાભોર પ્રધાન પદે રીપિટ થઈ શકે છે. જશવંતસિંહ ભાભોર અમિત શાહના નજીકના નેતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલાને પ્રધાનમંડળમાં રીપિટ કરાઈ શકે છે. સૌરાષ્ટ્રના અને પાટીદાર સમાજના મોટા નેતા છે. રૂપાલા પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. મોદી-શાહના અંગત અને ક્લિન ઈમેજ છે. તો પાટીદાર આંદોલન સમયે ડેમેજ કંટ્રોલ કરવામાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">