Amc New Mayor: અમદાવાદનાં મેયર કિરીટ પરમાર થયા ભાવુક કહ્યું કે ચાલીમાં રહેનારને પ્રથમ નાગરિક તરીકે પસંદ કરાયો

| Updated on: Mar 10, 2021 | 11:58 AM

Amc New Mayor: અમદાવાદના મેયર પદે કિરીટ પરમારની વરણી કરવામાં આવી તો ડેપ્યુટી મેયર પદે ગીતાબેન પટેલની પસંદગી થઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના મહત્વના પદે હિતેશ બારોટની પસંદગી થઈ.

Amc New Mayor: અમદાવાદના મેયર પદે કિરીટ પરમારની વરણી કરવામાં આવી તો ડેપ્યુટી મેયર પદે ગીતાબેન પટેલની પસંદગી થઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના મહત્વના પદે હિતેશ બારોટની પસંદગી થઈ. અમદાવાદના ચાંદખેડા વોર્ડમાંથી ચૂંટાયેલા અરૂણસિંહ રાજપૂતને દંડક બનાવવામાં આવ્યા તો શાસક પક્ષના નેતા તરીકે સરસપુર વોર્ડમાંથી ચૂંટાયેલા ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી. અમદાવાદના મેયર પદે પસંદગી બાદ કિરીટ પરમાર મીડિયા સાથેની વાતચીતમાં ભાવુક થયા હતા કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ચાલીમાં રહેનારને પ્રથમ નાગરિક તરીકે પસંદ કરાયો છે.

 

g clip-path="url(#clip0_868_265)">