અખિલેશ યાદવે જાહેર કર્યું વિઝન ડોક્યુમેન્ટ, કહ્યું કે અમારી સરકાર બની તો સામાજિક ન્યાય માટે ‘સવર્ણો’ પર લગાવીશું ટેક્સ
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શુક્રવારના રોજ એક ચૂંટણી વાયદાઓ સાથેનું ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. આ વખતે અખિલેશે સામાજિક ન્યાય માટે ‘સવર્ણો’ પર ટેક્સ લગાવવાની વાત પોતાના ઘોષણા પત્રમાં કરી છે. લોકસભાની ચૂંટણીને લઈને બધા પોત-પોતાની રીતે મતદારોને રિઝવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશે પોતાના ઘોષણા પત્રમાં સામાજિક ન્યાયની વાત […]

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શુક્રવારના રોજ એક ચૂંટણી વાયદાઓ સાથેનું ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. આ વખતે અખિલેશે સામાજિક ન્યાય માટે ‘સવર્ણો’ પર ટેક્સ લગાવવાની વાત પોતાના ઘોષણા પત્રમાં કરી છે.
લોકસભાની ચૂંટણીને લઈને બધા પોત-પોતાની રીતે મતદારોને રિઝવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશે પોતાના ઘોષણા પત્રમાં સામાજિક ન્યાયની વાત કરી છે. અખિલેશે કહ્યું કે દેશમાં અમીર વધારે અમીર બની ગયા છે. દેશના 10 ટકા લોકો જે મોટેભાગે સવર્ણ છે તેની પાસે દેશની 60 ટકા સંપતિ છે.
અખિલેશ યાદવે કહ્યું કે દેશની અડઘી જનતા પાસે કુલ દેશનું 8 ટકા જ ધન છે. ગરીબ દરેક દિવસે વધારે ગરીબ બનતો જાય છે. જો એમની સરકાર આવશે તો તે 0.1 અમીરો પર વધારાનો 2 ટકા ટેક્સ લગાવશે જેમની સંપતિ 2.5 કરોડથી વધારે છે. આ વધારાનો ટેક્સ સામાજિક ન્યાય માટે મદદરુપ થશે. તેમણે પોતે આ ડોક્યુમેન્ટને વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યું હતું અને ઘોષણા પત્ર ગણાવવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે લોહિયાના આદર્શ પર ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરીશું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]