Ahmedabad: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મનપાની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી

|

Jan 26, 2021 | 4:51 PM

કોંગ્રેસના ધારાસભ્ય અને જમાલપુર વોર્ડના પૂર્વ અપક્ષ કાઉન્સીલર ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ મહાનગર પાલિકામાં કાઉન્સીલરની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.

Ahmedabad: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મનપાની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી
MLA Imran Khedawala (File Image)

Follow us on

કોંગ્રેસના ધારાસભ્ય અને જમાલપુર વોર્ડના પૂર્વ અપક્ષ કાઉન્સીલર ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ મહાનગર પાલિકામાં કાઉન્સીલરની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. તેમના લડવાથી પાર્ટી વધુ મજબૂત બનવાનો ખેડાવાલાએ દાવો કર્યો છે .ખેડાવાલા છેલ્લી ચાર ટર્મથી અમદાવાદ મનપામાં કોર્પોરેટર છે. અમદાવાદ મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ટીકીટ મેળવવા માટેની હોડ અત્યારથી જ લાગવા લાગી છે. જેમાં ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય અને અમદાવાદ મહાનગરપાલિકાના જમાલપુર વોર્ડના પૂર્વ કાઉન્સીલર ઈમરાન ખેડાવાલાએ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

કોંગ્રેસ ધારાસભ્ય અને જમાલપુર વોર્ડના પૂર્વ અપક્ષ કાઉન્સીલર ઈમરાન ખેડાવાલાએ મનપા ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. તેમના લડવાથી પાર્ટી વધુ મજબૂત બનવાનો ખેડાવાલાએ દાવો કર્યો છે. ખેડાવાલા છેલ્લી ચાર ટર્મથી અમદાવાદ મનપામાં કોર્પોરેટર છે. 2017માં જમાલપુર-ખાડિયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ત્યારે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે ખાડિયાના મતદાતાઓની માંગ છે કે હું મનપા ચૂંટણી લડું.. મારા લડવાથી જમાલપુર, ખાડિયા અને બહેરામપુરામાં અસર થશે. ખાડિયામાં 45 વર્ષથી ભાજપના કોર્પોરેટર ચૂંટાય છે. ખાડિયા વોર્ડમાં લડવાથી આખી પેનલ કોંગ્રેસની આવી શકે છે. ધારાસભ્ય તરીકે સારા કામ કર્યા હોવાથી સમગ્ર વિસ્તાર પર પ્રભાવ પાડી શકાય. પાર્ટી લીલી ઝંડી આપશે તો મનપા ચૂંટણી લડીશ.

 

 

આ પણ વાંચો: Farmer Protest: મહારાષ્ટ્રનાં આઝાદ મેદાનમાં 50 હજાર કરતા વધુ ખેડૂતોનો જમાવડો, પોલીસ સાથે ઘર્ષણ

Next Article