કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું – ખેડૂત સંગઠનોએ અમારી દરખાસ્તનો જવાબ ન આપ્યો

|

Mar 05, 2021 | 12:23 PM

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું છે કે, સરકાર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ તેઓએ હજી સુધી અમારી દરખાસ્તનો જવાબ આપ્યો નથી.

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું - ખેડૂત સંગઠનોએ અમારી દરખાસ્તનો જવાબ ન આપ્યો
Narendra Singh Tomar - Rakesh Tikait

Follow us on

નવા કૃષિ કાયદાઓને લઈને ખેડુતોની સંસ્થાઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલો અવરોધ ટૂંક સમયમાં સમાપ્ત થાય તેવી અપેક્ષા નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું છે કે, સરકાર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ તેઓએ હજી સુધી અમારી દરખાસ્તનો જવાબ આપ્યો નથી. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સાથે વાતચીત કરવાનો કોઈ અવકાશ નથી. ટિકૈતે એમ પણ કહ્યું હતું કે તેમની તૈયારી લાંબી છે.

એશિયા પૈસિફિક રૂરલ અને એગ્રિકલ્ચર ક્રેડિટ એસોસિએશન દ્વારા નાબાર્ડના સહયોગથી પ્રાદેશિક નીતિ મંચની બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ગુરુવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે બે નવા કૃષિ સુધારણા બિલ લાવ્યા છે અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારા કર્યા છે. તેઓને કૃષિમાં ક્રાંતિ લાવવાની અપેક્ષા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે એમ પણ કહ્યું હતું કે, નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થશે, જે કૃષિ ક્ષેત્રને વેગ આપશે. પ્રધાનમંત્રી કિસાન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત સરકારે લગભગ 1.75 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં આશરે 1.15 લાખ કરોડ રૂપિયા ઉમેર્યા છે.

કેન્દ્રીય કૃષિ પ્રધાન (Narendra Singh Tomar) એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ખેડુતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે. સરકાર સમજે છે કે ખેડૂતોની સમૃદ્ધિ વિના સારી અર્થવ્યવસ્થાનો વિકાસ થઈ શકતો નથી. આ નવા કૃષિ કાયદાથી ખેડુતોને લાભ થશે. આ કાયદા ભારતીય ખેડુતો માટે ક્રાંતિકારી છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે કેન્દ્ર સરકાર કોઈપણ સમયે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ આંદોલનકારી ખેડૂત સંગઠનો તરફથી સરકારની દરખાસ્ત અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Next Article