રાજકોટ એઇમ્સ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ, પ્રથમ બેચની મુખ્યપ્રધાને કરી વર્ચ્યુલ શરૂઆત

રાજકોટ એઇમ્સ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ, પ્રથમ બેચની મુખ્યપ્રધાને કરી વર્ચ્યુલ શરૂઆત

રાજકોટમાં 2022 સુધીમાં એઈમ્સનું નિર્માણ થઈ જશે. તે પહેલા એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. જેમા મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ રીતે શરૂઆત કરવામાં આવી. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. […]

Utpal Patel

|

Dec 21, 2020 | 4:31 PM

રાજકોટમાં 2022 સુધીમાં એઈમ્સનું નિર્માણ થઈ જશે. તે પહેલા એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. જેમા મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ રીતે શરૂઆત કરવામાં આવી. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે.

1195 કરોડના ખર્ચે તૈયાર થનાર એઇમ્સ હોસ્પિટલનું માળખું પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. જેમાં આધુનિક સુવિધાથી સજ્જ બિલ્ડીંગ બનશે. 2021 સુધીમાં OPD શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેવું રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું. મહત્વનું છેકે, ખંઢેરી ગામની નજીક રાજકોટ એઇમ્સ હોસ્પિટલ 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે તૈયાર થશે.અહીં કેમ્પસમાં બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. આનો માસ્ટર પ્લાન પણ મંજૂર થઈ ગયો છે. જુન 2022માં કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 185 કરોડના ખર્ચે એઇમ્સમાં મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati