TMC ના 41 ધારાસભ્યો ભાજપામાં આવવા તૈયાર, ગમે ત્યારે સરકાર પાડી શકીએ : કૈલાશ વિજયવર્ગીય

|

Jan 15, 2021 | 8:49 AM

કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદનથી તૃણમૂલ કોંગ્રેસમાં હડકંપ મચી ગઈ છે. TMC ના ઘણા નેતાઓ ભાજપામાં જોડાઈ ચુક્યા છે. હાલમાં જ TMCના પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારી સહીતમોટી સંખ્યામાં TMC નેતાઓ ભાજપામાં જોડાયા છે.

TMC ના 41 ધારાસભ્યો ભાજપામાં આવવા તૈયાર, ગમે ત્યારે સરકાર પાડી શકીએ : કૈલાશ વિજયવર્ગીય

Follow us on

પશ્ચિમ બંગાળમાં ભાજપા અને સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ છે. આ દરમિયાન ભાજપાના મહાસચિવ અને કેન્દ્રીય પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ મોટું નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે અમારી પાસે 41 ધારાસભ્યોની યાદી છે, આ તમામ ધારાસભ્યો ભાજપામાં આવવા તૈયાર છે. કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદનથી તૃણમૂલ કોંગ્રેસમાં હડકંપ મચી ગઈ છે. TMC ના ઘણા નેતાઓ પહેલાં જ ભાજપામાં જોડાઈ ચુક્યા છે. હાલમાં જ TMCના પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારી સહીતમોટી સંખ્યામાં TMC નેતાઓ ભાજપામાં જોડાયા છે.

મમતાની પાર્ટી અને પરિવાર બંનેમાં અસંતોષ
Tv9 સાથે વાતચીત કરતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આમારી પાસે લગભગ 41 ધારાસભ્યોની યાદી છે, જેઓ અમારા સંપર્કમાં છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માંગે છે. આમાં TMC, કોંગ્રેસ, CPI-M આ ત્રણેય પાર્ટીના ધારાસભ્યો સામેલ છે, પરતું TMC થી નારાજ ધારાસભ્યોની સંખ્યા વધુ છે. જો હું એમને ભાજપામાં સામેલ કરી લઉં તો બંગાળમાં સરકાર પડી ભાંગશે. અમે નિરીક્ષણ કરી રહ્યાં છીએ કે કોને ભાજપામાં સામેલ કરવા અને કોને સામેલ ન કરવા. જેમની છબી ખરાબ છે એને અમે નહિ લઈએ, જની છબી સારી છે એને જ લઈશું. બધાને લાગી રહ્યું છે કે મમતા બેનર્જીની સરકાર જઈ રહી છે અને ભાજપા જ શ્રેષ્ઠ વિકલ્પ છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જી દ્વારા અસંતોષ કરવા અંગે કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે અમને લાગી રહ્યું હતુ કે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જ જ અસંતોષ છે. હવે લાગી રહ્યું છે કે મમતા બેનર્જીના પરિવારના લોકો પણ નારાજ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

30-31 જાન્યુઆરીએ અમિત શાહ ફરી બંગાળમાં
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપાએ દરેક મોરચે લડવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 30-31 જાન્યુઆરીએ ફરી એક વાર બંગાળનો પ્રાવસ કરશે. તેઓ 24 પરગણા જિલ્લામાં મતુઆ સમુદાયની સભામાં સામેલ થશે. આ સાથે જ હાવડા અને ઉલબેડીયામાં એમની સભા યોજાઈ શકે છે. તેઓ માયાપુર સ્થિત ઇસ્કોન મુખ્ય કાર્યાલયની મુલાકાત પણ લઇ શકે છે. સૂત્રો અનુસાર અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન જ અન્ય પાર્ટીના નેતાઓ ભાજપામાં જોડાઈ શકે છે.

Next Article