કેરલમાં ચુંટણી પૂર્વે સંકટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધીના વાયનાડથી 4 નેતાઓએ આપ્યું રાજીનામું

|

Mar 04, 2021 | 5:34 PM

કેરલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા Congress માટે મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાંથી કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

કેરલમાં ચુંટણી પૂર્વે સંકટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધીના વાયનાડથી 4 નેતાઓએ આપ્યું રાજીનામું
Congress

Follow us on

કેરલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા Congress માટે મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાંથી કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

એક અહેવાલ મુજબ કેરળ પ્રદેશ Congress સમિતિના ભૂતપૂર્વ સભ્ય કે.કે. વિશ્વનાથન, કેપીસીસીના સેક્રેટરી એમ.એસ. વિશ્વનાથન, ડી.સી.સી.ના મહામંત્રી પી.કે. અનિલ કુમાર અને મહિલા Congress નેતા સુજયા વેણુગોપાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. માનવામાં આવે છે કે પાર્ટીમાં અસંતોષ હોવાને કારણે આ નેતાઓએ એક અઠવાડિયામાં રાજીનામું આપી દીધું છે.

વિશ્વનાથને કહ્યું કે, જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતા અને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વની ઉપેક્ષાના કારણે તેઓ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેપીસીસીના નેતૃત્વ દ્વારા ઉપેક્ષા અને જિલ્લા કોંગ્રેસ સમિતિની નિષ્ફળતાને કારણે હું કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યો છું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કે.કે. વિશ્વનાથને આરોપ લગાવ્યો હતો કે, પાર્ટી વાયનાડમાં ત્રણ સભ્યોની ટીમ ચલાવે છે. જ્યારે પી.કે. અનિલ કુમારે સાંસદ એમ.વી. શ્રેયસકુમારની હાજરીમાં ઔપચારિક રીતે લોક તાંત્રિક જનતા દળ (એલજેડી) માં જોડાયા હતા. આ સંકટને દૂર કરવા માટે કોંગ્રેસે કે.સુધાકરણ સહિત વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે. સુધાકરણ વાયનાડની ડીસીસી ઓફિસ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં 6 એપ્રિલે મતદાન થશે અને 2 મેના રોજ પરિણામ જાહેર થશે.

Next Article