જ્યારે અટલજીએ નવાઝ શરીફ પર ફોનમાં છોડ્યો તોપનો ગોળો!

|

Dec 25, 2018 | 11:44 AM

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના રાજકીય જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. જે વાજપેયી એક સમયે દેશના સૌથી વધુ લોકપ્રિય રહ્યા અને પછી વડાપ્રધાન પદે પણ પહોંચ્યા, તે જ વાજપેયી લાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા અને તેમણે ચૂંટણીઓમાં હારનો પણ સામનો કર્યો. વાજપેયીના જીવનના અનેક એવા કિસ્સાઓ છે કે જે તેમના ગૂઢ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. […]

જ્યારે અટલજીએ નવાઝ શરીફ પર ફોનમાં છોડ્યો તોપનો ગોળો!

Follow us on

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના રાજકીય જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. જે વાજપેયી એક સમયે દેશના સૌથી વધુ લોકપ્રિય રહ્યા અને પછી વડાપ્રધાન પદે પણ પહોંચ્યા, તે જ વાજપેયી લાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા અને તેમણે ચૂંટણીઓમાં હારનો પણ સામનો કર્યો.

વાજપેયીના જીવનના અનેક એવા કિસ્સાઓ છે કે જે તેમના ગૂઢ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. ઘણા કિસ્સાઓ દ્વારા વાજપેયી હતાશ અને નિરાશ થઈ જતા લોકોને વિપરીત પરિસ્થિતિઓમાં ઉત્સાહ જાળવી રાખવાનો બોધપાઠ આપે છે. આવો જાણીએ તેમના જીવનના 10 રસપ્રદ કિસ્સાઓ.

(1) ટીવી બંધ કરતા નારાજ થયા

અટલજી નવ વર્ષથી લકવાગ્રસ્ત જીવન પસાર કરી રહ્યા હતાં. 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો તેમણે ટીવી પર જોયા હતાં. એક વખત ટીવી પર સંસદની કાર્યવાહી ચાલતી હતી, ત્યારે કોઈએ ટીવી બંધ કરી દીધું. વાજપેયી તેનાથી નારાજ થઈ ગુસ્સે થઈ ગયા. ફરીથી ટીવી ચાલુ કરતા તેમના ચહેરા પર સ્મિત આવી ગયું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

(2) પગપાળા સંસદ જતા હતાં

1957માં અટલજી પહેલી વખત સાંસદ બન્યા હતાં. ભાજપ નેતા જગદીશ પ્રસાદ માથુર અને અટલજી બંને ચાંદની ચોકમાં એક સાથે રહેતા હતા. બંને પગપાળા જ સંસદ જતા હતાં. છ મહિના બાદ અટલજીએ એક દિવસ રિક્શામાં જવાનું કહ્યું, તો માથુરને આશ્ચર્ય થયો. હકીકતમાં અટલજીને એ દિવસે સાંસદ તરીકેનો છ મહિનાનો એક સામટો પગાર મળ્યો હતો. માથુરજીના શબ્દોમાં, ‘આ જ અમારી ઐશ હતી.’

(3) અડવાણીના મનમાં કૉમ્પ્લેક્સ હતું

1951માં સ્થપાયેલા જનસંઘનું 1953માં પ્રથમ અધિવેશન હતું. અડવાણી એક ડેલિગેટ તરીકે રાજસ્થાનથી આવ્યા હતા, ત્યારે પહેલી વખત તેમણે વાજપેયીને જોયા અને સાંભળ્યા. અટલજી એક વાર રાજસ્થાન આવ્યા. પક્ષે અડવાણીને તેમની સાથે રહેવાનો નિર્દેશ આપ્યો. આનાથી અડવાણીના મનમાં લઘુતાગ્રંથિ પેદા થઈ કે તેઓ આ પાર્ટીમાં નહીં ચાલી શકે, કારણ કે જ્યાં આટલું યોગ્ય નેતૃત્વ હોય, ત્યાં તેમના જેવી વ્યક્તિ કેવી રીતે કામ કરશે.

(4) ચૂંટણીમાં હારી ફિલ્મ જોવા ગયાં

અડવાણીના શબ્દોમાં, ‘દિલ્હીમાં નયાબાંસની પેટા ચૂંટણી હતી. અમે બહુ મહેનત કરી, પણ હારી ગયાં. અમે બંને ખિન્ન હતાં. દુ:ખી હતાં. અટલજીએ મને કહ્યું કે ચાલો, ક્યાંક સિનેમા જોવા જઈએ. અજમેરી ગેટમાં અમારી ઑફિસ હતી અને પાસે જ પહાડગંજમાં થિયેટર. ખબર નહોતી કે કઈ ફિલ્મ લાગેલી છે. પહોંચીને જોયું, તો રાજ કપૂરની ફિલ્મ ‘ફિર સુબહ હોગી’. મેં અટલજીને કહ્યું કે આજે આપણે હાર્યા છીએ, પણ આપ જોજો કે સવાર જરૂર થશે.’

(5) વગર પૂછ્યે જાહેર કરાયા પીએમ ઉમેદવાર

અડવાણીએ 1995માં મુંબઈની એક સભામાં જાહેરાત કરી, ‘મને વિશ્વાસ છે કે આવતા વર્ષે થનાર ચૂંટણીમાં અમારી પાર્ટી વિજયી થશે અને ત્યારે અમારા વડાપ્રધાન વાજપેયી હશે.’ વાજપેયી મંચ પર બેઠા હતાં. વાજપેયીએ અડવાણીને તરત કહ્યું, ‘આ આપે શું જાહેરાત કરી દિધી. મને પૂછ્યું પણ નહીં ?’ અડવાણી બોલ્યા, ‘હું પાર્ટી પ્રમુખ હોવાના નાતે આટલો અધિકાર તો ધરાવુ છું આપ પર કે આપને પીએમ પદનો ઉમેદવાર બનાવી દઉં.’

(6) વાજપેયીનું બાળ માનસ

કારકિર્દીનો કોઈ પણ પડાવ હોય, અટલજીની અંદરનું બાળક હંમેશા જીવંત રહ્યું. 1993માં અમેરિકાના પ્રવાસે ગયેલા વાજપેયી ફુરસદની ક્ષણોમાં ગ્રાંડ કૅનિયન તથા ડિઝ્નીલૅંડ પહોંચી ગયા. તેઓ બાળકોની જેમ જ લાઇનમાં લાગ્યાં. ટિકિટ ખરીદી અને રાઇડ્સનો આનંદ માણ્યો.

(7) જ્યારે રાવે વાજપેયીના હાથમાં થમાવી દિધી ચિટ્ઠી

1996માં વાજપેયી પહેલી વખત વડાપ્રધાન બન્યા. નરસિંહ રાવે વાજપેયીના હાથમાં ચૂપચાપ એક ચિટ્ઠી થમાવી. એવી રીતે કે કોઈ જોઈ ન શકે. આ ચિટ્ઠીમાં રાવે તેવા પૉઇંટ્સ લખ્યા હતાં કે જે તેઓ પીએમ તરીકે કરવા માગતા હતાં, પણ ચાહીને પણ કરી નહોતા શક્યા.

(8) ‘હું સ્વયંને ભારત રત્ન કઈ રીતે આપી દઉં’

કારગિલ યુદ્ધ બાદ અટલજીને તેમના કેટલાક પ્રધાનોએ કહ્યું, ‘અમે આપને ભારત રત્ન આપવા માગીએ છીએ.’ અટલજીએ ઝાટકતાં કહ્યું, ‘હું સ્વયંને ભારત રત્ન કઈ રીતે આપી દઉં. ભવિષ્યમાં કોઈ સરકારને લાગશે, તો તે આપશે, હું પોતે પોતાને નહીં આપું.’

આ પણ વાંચો: “જ્યાં બે મૂર્ખાઓ મળી એક પાવરફુલ માણસને હરાવી દે છે”- અટલ બિહારી વાજપેયીના 10 Quotes જે તમને કરી દેશે વિચારતા

(9) નહેરૂએ કહ્યુ હતું, ‘આમનામાં સંભાવનાઓ છે’

બીબીસીએ કિંગશુક નાગના પુસ્તક ‘અટલ બિહારી વાજપેયી – ઍ મૅન ફૉર ઑલ સીઝન’ના હવાલાથી લખ્યુ હતું કે એક વાર નહેરૂએ ભારત પ્રવાસે આવેલા એક બ્રિટિશ રાજદૂતની વાજપેયી સાથે મુલાકાત કરાવતા કહ્યું હતું, ‘આમને મળો. આ વિપક્ષના ઉભરતા યુવા નેતા છે. હંમેશા મારી ટીકા કરે છે, પરંતુ આમનામાં હું ભવિષ્યની બહુ સંભાવનાઓ જોઉ છું. આ એક દિવસ દેશના વડાપ્રધાન બનશે.’

(10) નવાઝને ફોન પર મળ્યો હતો આંચકો

પાકિસ્તાની પત્રકાર નસીમ ઝેહરાના પુસ્તક ‘ફ્રૉમ ધ કારગિલ ટૂ ધ કૉપ’માં અટલજી તરફથી નવાઝ શરીફનો ભારત પ્રવાસ રદ કરવાનો ઉલ્લેખ છે. પુસ્તકમાં લખેલું છે, ‘1999માં શરીફ ભારત આવવાના હતાં. તેમણે ફૅક્સથી ગુડવિલ મૅસેજ પણ ભારત મોકલી દિધો હતો. રાત્રે લગભગ 10 વાગ્યે આવેલો અટલજીનો જવાબ તોપના ગોળા જેવો હતો. તેમણે લખ્યુ હતું કે તેઓ નવાઝને ભારત નથી બોલાવી રહ્યાં, પણ પાકિસ્તાન પાસે કારગિલમાં મોજૂદ સેના હટાવવાની માંગણી કરી રહ્યા છે કે જેથી બંને પક્ષો વચ્ચે વાતચીતની શરુઆત થઈ શકે.’

[yop_poll id=334]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article