
યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં છે. ધનશ્રી સાથેના તેમના છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સમાં રહ્યા છે. બંને હાલમાં અલગ થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. (Image - Jiohotstar)

યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 72 વનડે, 80 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ અને 160 આઈપીએલ મેચ રમી છે. વનડેમાં તેણે 77 રન બનાવ્યા છે અને 121 વિકેટ લીધી છે, જ્યારે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે ૬ રન બનાવ્યા છે અને 96 વિકેટ લીધી છે. IPLમાં ચહલે 37 રન બનાવ્યા છે અને 205 વિકેટ લીધી છે.