
મહવશ અગાઉ રેડિયો મિર્ચી 98.3 એફએમ પર રેડિયો જોકી રહી ચૂકી છે. તેણીએ રેડિયો સિટી અને રેડ એફએમ જેવા સ્ટેશનો સાથે પણ કામ કર્યું છે.

મહવશ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર પ્રૅન્ક વીડિયો પોસ્ટ કરે છે. તેણીએ સિનેમાવાલા નામની એક પ્રોડક્શન કંપની પણ ખોલી છે જેણે ફિલ્મ 'સેક્શન 108'નું નિર્માણ કર્યું હતું.

મહવશ તાજેતરમાં વેબ સિરીઝ 'પ્યાર પૈસા ઔર પ્રોફિટ'માં પણ જોવા મળી હતી. હવે તે ચેમ્પિયન્સ લીગ T10 માં એક ક્રિકેટ ટીમની સહ-માલિક પણ બની છે. અહેવાલો અનુસાર, મહવાશની કુલ સંપત્તિ લગભગ 35 લાખ રૂપિયા છે.
Published On - 9:01 pm, Mon, 14 July 25