
ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા સાથે જ તેની મિલ્કતો અને તેની અન્ય સંપત્તિઓ સહિતની વિગતો સત્તાવાર રીતે સામે આવશે. યુસુફ પઠાણ કેટલા કરોડ-અબજનો માલિક છે એ પણ ચૂંટણી અધિકારી સમક્ષ જાહેર કરશે.

યુસુફ પઠાણનો મોટો ભાઇ ઇરફાન પઠાણ પણ ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે. યુસુફ પઠાણે તેની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા વતી વર્ષ 2012 માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર બાદ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો ફરીથી થઇ શક્યો નહોતો.

કરિયર પર નજર કરવામાં આવે તો, યુસુફ પઠાણ ભારતીય ટીમ વતીથી 57 વનડે અને 52 ટી20 મેચ રમી ચૂક્યો છે. વનડે ક્રિકેટમાં યુસુફના નામે 810 રન નોંધાયેલા છે. જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. જ્યારે 33 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 ક્રિકેટમાં 22 મેચ રમીને 236 રન અને 13 વિકેટ ઝડપી છે. જ્યારે IPL માં 174 મેચ રમીને 3204 રન નોંધાવ્યા છે. આ દરમિયાન એક સદી અને 13 અડધી સદી નોંધાવી છે.