
માસિક ધર્મના દુખાવામાં રાહત મળશે તેમજ તે પેટના સ્નાયુઓને ટોન કરે છે. મુદ્રામાં સુધારો કરે છે. આમ કરવાથી પગની ઘૂંટીઓ અને ઘૂંટણ લચીલા બને છે. હિપ્સ અને પેલ્વિક એરિયાને ખેંચાણ આપે છે.

મલાસન કેવી રીતે કરવું?: મલાસન કરવા માટે પહેલા તાડાસનમાં ઉભા રહો. પછી તમારા પગ શક્ય તેટલા ખોલો. તમારે બેસવાની સ્થિતિમાં આવવું પડશે. આ માટે તમારા ઘૂંટણ વાળીને ઉભડક બેસો. તમારા શોલ્ડર કરતાં તમારા સાથળને થોડા પહોળા ખોલો. હવે સહેજ આગળ ઝૂકો અને તમારા હાથને તમારા વાળેલા ઘૂંટણની અંદર લાવો. પછી કોણીઓને ઘૂંટણ સામે દબાવો અને હાથને હૃદયની સામે વાળો. આ દરમિયાન તમારી કરોડરજ્જુ સીધી રાખો. તમારા વજનને તમારી એડી પર રાખો અને પાંચ શ્વાસ સુધી આ મુદ્રામાં રહો.

મલાસન વોક કેવી રીતે કરવું: મલાસનાને પડકારરૂપ બનાવવા માટે તમે મલાસન વોક કરી શકો છો. આરામ કરો અને પછી આગળ વધવાનો પ્રયાસ કરો. આ આસન આરામથી કરો. બોડી પર ખોટો બોઝ ન આવવા દો. ધ્યાનમાં રાખો કે નિયમિત પ્રેક્ટિસ કર્યા પછી જ તમે તે સારી રીતે કરી શકશો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)