
ફિશ પોઝ (Fish pose) : દાઢી અને ગાલની આસપાસ વધુ પડતી ચરબી જમા થાય છે. તો ફેસ યોગથી ન માત્ર ચરબી ઘટશે પરંતુ જડબાની રેખાને આકાર પણ આપશે. ફિશ પોઝ કરવા માટે હોઠને એકબીજાની નજીક રાખીને ગાલને અંદરની તરફ ખેંચો. જેના કારણે માછલીના આકારનું મોં બને છે. લગભગ એક મિનિટ આ સ્થિતિમાં રહો. આ જડબાની રેખાને શાર્પન કરવામાં મદદ કરશે.

વી પોઝ (V pose) : તમારા બંને હાથની તર્જની અને મધ્યમ આંગળીઓ વડે V આકાર બનાવો. હવે આ આંગળીઓને આ રીતે આંખોની નીચે રાખો અને આંખોની બંને બાજુએ દબાણ કરીને નીચેની તરફ ખેંચો અને આંખોને ઉપર આકાશ બાજુ રાખો. એક મિનિટ આ રીતે રાખો. આ કરચલીઓની રચનાને અટકાવશે.