
માર્જરિઆસન: જ્યારે તમે આ આસનનો અભ્યાસ કરો છો, ત્યારે તે તમારા પીઠના સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શરીરમાં રક્ત પ્રવાહ વધારવામાં મદદ કરે છે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની મુદ્રામાં સુધારો કરવામાં ઘણી મદદ મળે છે.

ગોમુખાસન: ખભાના જકડાઈ જવાથી છુટકારો મેળવવા માટે આ એક ઉત્તમ કસરત છે. આ અદ્ભુત કસરત તમારી કરોડરજ્જુને લંબાવવામાં, ખેંચવામાં, ફ્લેક્સિબવ બનાવવામાં અને મુદ્રા સુધારવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)