હા, માન્યતા અનુસાર આ લાડુના પ્રસાદ વિના તિરુપતિ બાલાજીના દર્શન અધૂરા માનવામાં આવે છે. અહીં લાડુનો પ્રસાદ મુખ્યત્વે પંચમેવામાંથી બનાવવામાં આવે છે જે પાંચ ઇન્દ્રિયોનું પ્રતીક માનવામાં આવે છે. ચણાનો લોટ, ઘી, ખાંડ, કાજુ, કિસમિસ વગેરે ઘટકો ઉમેરીને લાડુ બનાવવામાં આવે છે. પરંતુ આ લાડુને લઈને ચોંકાવનારા સમાચાર એ હતા કે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેમાં પશુઓની ચરબી હતી, તેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત લાડુમાં માછલીના તેલની ભેળસેળનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો. તેમજ લાડુમાં જાનવરોની ચરબી હોવાના કારણે લાખો ભક્તોની લાગણી દુભાય છે અને અહીં આપવામાં આવતો પ્રસાદ લઈને તેઓ પોતાનો ધર્મ ભ્રષ્ટ કરતા હોવાની વાતો પણ ચર્ચા દરમિયાન સાંભળવા મળી હતી. અને આ રીતે આ મંદિર વર્ષ 2024માં સૌથી વધુ ચર્ચામાં રહ્યું.