Donald Trump એ ચૂંટણી જીતતાની સાથે જ એલોન મસ્કનો માન્યો આભાર, શું તેમને સરકારમાં મંત્રી પદ મળી શકે છે?
Elon musk પણ આજે મતગણતરીના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળ્યા હતા. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ટ્રમ્પ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે.
1 / 5
Donald Trump and Elon Musk : ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક વચ્ચેની મિત્રતા કોઈનાથી છુપી નથી. મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ચૂંટણી દરમિયાન તે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે એક્ટિવ રહ્યા હતા અને લોકોને ટ્રમ્પને વોટ આપવાની અપીલ કરી હતી.
2 / 5
Donald Trump with Elon Musk : હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા છે ત્યારે તેમણે પોતાના ભાષણમાં એલોન મસ્કનું નામ પણ લીધું છે. ટ્રમ્પે તેમના ભાષણમાં તેમની પ્રશંસા કરી છે અને તેમના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ હશે. તેમણે આ ચૂંટણીમાં કમલા હેરિસને હરાવ્યા છે. એલોન મસ્ક મતગણતરીના દિવસે એટલે કે 06 નવેમ્બર 2024ના રોજ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળ્યા હતા.
3 / 5
Elon Musk : મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ટ્રમ્પ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ટ્રમ્પ અને મસ્ક ડાઇનિંગ ટેબલ પર બેસીને વાતો કરતા જોવા મળે છે.
4 / 5
Donald Trump : શું એલોન મસ્ક ટ્રમ્પ સરકારમાં મંત્રી બનશે? : રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં એલોન મસ્કે ટ્રમ્પને જોરદાર સમર્થન આપ્યું છે. તેણે એક પોસ્ટ કરી હતી. જેમાં તે AI ઇમેજમાં મંત્રી તરીકે શપથ લેતો જોવા મળ્યો હતો. હવે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સરકારમાં ઈલોન મસ્કને મંત્રી બનાવવામાં આવી શકે છે.
5 / 5
એક પોસ્ટમાં મસ્ક અને ટ્રમ્પના AI અવતાર એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હવે એ જોવું રહ્યું કે જો એલન મસ્કને સરકારમાં મંત્રી પદ મળે છે કે કેમ? જો તેમને મંત્રી પદ મળે તો કેવા બદલાવ આવી શકે છે એ તો આવનારો સમય જ નક્કી કરશે.