
રેલવે ફાટક બંધ થાય તે પહેલાં સાયરન વગાડવામાં આવે છે. જેથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, સાયકલ સવારો અને રાહદારીઓને ટ્રેન આવવાની જાણ થઈ જાય. (Image Source | iStock)

સાયરનનો મુખ્ય હેતુ લોકોને રેલવે ટ્રેકથી દૂર રહેવાની ચેતવણી આપવાનો છે. જેથી કોઈ વ્યક્તિ ઉતાવળમાં ફાટક બંધ થાય તે પહેલાં પાટા ઓળંગવાનો પ્રયાસ ન કરે. (Image Source | iStock)

ટ્રેન ખૂબ જ ભારે હોય છે અને તેની સ્પીડ પણ વધારે હોય છે. ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવે તો પણ તેને પૂરું રુકવા માટે લાંબું અંતર જરૂરી બને છે. તેથી અગાઉથી ચેતવણી આપવી જરૂરી છે. (Image Source | iStock)

આધુનિક રેલવે ક્રોસિંગ પર ઓટોમેટિક સિગ્નલ અને ઇન્ટરલોકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આવી વ્યવસ્થામાં ટ્રેન નિર્ધારિત વિસ્તારમાં પહોંચે ત્યારે ફાટક બંધ કરવાની ચેતવણી આપતી પ્રક્રિયા સક્રિય થઈ શકે છે. (Image Source | iStock)

વાહનચાલકોને રસ્તો ખાલી કરવાનો સમય મળે છે. સાયરન વાગવાથી વાહનચાલકોને પોતાનાં વાહનો રોકવા અને રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતરે ઊભા રહેવા માટે સમય મળે છે. આ વ્યવસ્થા ખાસ કરીને વ્યસ્ત રસ્તાઓ પર ખૂબ ઉપયોગી બને છે. (Image Source | Linkedin)

રેલવે ફાટક પર વાગતો સાયરન માત્ર એક અવાજ નથી, પરંતુ સંભવિત અકસ્માત અટકાવવા માટેની સુરક્ષા વ્યવસ્થાનો મહત્ત્વનો ભાગ છે. તેથી સાયરન સંભળાય એટલે ઉતાવળ કરવાને બદલે ફાટક સંપૂર્ણ ખૂલે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. (Image Source | iStock)

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)