તખ્તાપલટો થયા બાદ પણ કેમ ઈઝરાયેલ સીરિયામાં કરી રહ્યું છે હુમલા ?
સીરિયામાં અસદ સરકારના પતન પછી, સીરિયા પર ઇઝરાયેલ પોતાનો કબજો વધારી રહ્યું છે, આ સિવાય ઇઝરાયેલ સતત સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે અને તેને નષ્ટ કરી રહ્યું છે. ઈઝરાયેલ દ્વારા આવું કરવા પાછળ ઘણા કારણો છે. જાણો
1 / 8
સીરિયામાં ઈઝરાયેલના ભારે બોમ્બમારાથી સમગ્ર મધ્ય પૂર્વને હચમચાવી નાખ્યું છે. ઓપરેશન 'બાશન એરો' હેઠળ, ઇઝરાયેલે 48 કલાકની અંદર 350 થી વધુ હવાઈ અને દરિયાઈ હુમલાઓ કર્યા છે, જેમાં સીરિયાની 70-80 % વ્યૂહાત્મક લશ્કરી તાકાતનો નાશ કરવામાં આવ્યો છે.
2 / 8
બશર અલ-અસદના શાસનના પતન પછી, સીરિયા અરાજકતામાં ડૂબી ગયું છે. ઈઝરાયેલને ડર છે કે, અસદ શાસન દરમિયાન બનાવવામાં આવેલા રાસાયણિક અને વ્યૂહાત્મક હથિયારો આતંકવાદી જૂથોના હાથમાં આવી શકે છે. જેના કારણે ઈઝરાયેલ આ હથિયારોના સંગ્રહ સ્થાન પર હુમલો કરી નાશ કરી રહ્યુ છે.
3 / 8
ઈરાન માટે સીરિયા એક મહત્વપૂર્ણ 'લેન્ડ બ્રિજ' છે, જેના દ્વારા તે હિઝબુલ્લાહને હથિયારો સપ્લાય કરે છે. ઈઝરાયેલનો સ્પષ્ટ ધ્યેય છે કે, આ માર્ગને સંપૂર્ણપણે નષ્ટ કરવો. જેથી હિઝબુલ્લા નબળુ પડી જાય.
4 / 8
ઇઝરાયેલે 1974ના યુદ્ધવિરામ કરારને રદ કરીને ગોલાન હાઇટ્સની આસપાસ એક 'સુરક્ષા ઝોન' બનાવવાની યોજના બનાવી છે. આ વિસ્તાર આતંકવાદીઓ અને હથિયારોથી મુક્ત રાખવા માંગે છે, જેથી ઈઝરાયેલની સરહદો પર કોઈ નવો ખતરો ના રહે.
5 / 8
સીરિયા પર બારીકાઈથી નજર રાખનારા નિષ્ણાતો માને છે કે, સીરિયાનું ભવિષ્ય એક એકીકૃત દેશ તરીકે નથી. એવો અંદાજ છે કે સીરિયાના ટુકડા થઈ જશે. ઇઝરાયેલને કોઇપણ પ્રકારના પડકારનો સામનો ના કરવો પડે તે માટે ઇઝરાયેલ કુર્દ અને દ્રુઝ જેવા સ્થિર વંશીય જૂથો સાથે સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેઓ ભવિષ્યમાં તેના સાથી બની શકે છે.
6 / 8
ઈઝરાયેલે સીરિયાના વ્યૂહાત્મક હથિયારોના ભંડાર, રાસાયણિક શસ્ત્રો, મિસાઈલો, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. તેનો હેતુ આ ખતરનાક હથિયારોને આતંકવાદી જૂથો સુધી પહોંચતા અટકાવવાનો છે.
7 / 8
સીરિયામાં અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો સક્રિય છે. ઇઝરાયેલ જાણે છે કે આ જૂથો સુધી હથિયારો પહોંચવાનો અર્થ તેની સુરક્ષા માટે મોટો ખતરો છે.
8 / 8
ઈઝરાયેલને ડર છે કે સીરિયાની નબળી સ્થિતિ ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવા તરફ ધકેલી શકે છે. આ ધમકી ઇઝરાયેલની લાંબા ગાળાની વ્યૂહાત્મક ચિંતાઓનો એક ભાગ છે. ઈઝરાયેલ સીરિયામાં દરેક વ્યૂહાત્મક ખતરાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ નીતિ સીરિયાના નવા શાસકો સાથે સંબંધો બાંધવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ( તસવીર સૌજન્ય-PTI )
Published On - 3:23 pm, Wed, 11 December 24