સોના-ચાંદીના રોકાણકારો ચિંતામાં મુકાયા? પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભડકે બળ્યા કાચા તેલના ભાવ, સોનાની ચમક કેમ અચાનક ગાયબ થઈ ગઈ?

પશ્ચિમ એશિયાના યુદ્ધ અને હુમલા વચ્ચે ક્રૂડ ઓઇલ 106ડૉલરને પાર પહોંચી ગયું છે! બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટના મોટા ખેલ વચ્ચે સોના અને ચાંદીમાં અચાનક મોટો કડાકો બોલાયો છે, શું રોકાણકારોના પૈસા ડૂબી જશે?

| Updated on: Sep 15, 2026 | 4:52 PM
1 / 10
વિશ્વભરના કમોડિટી બજારમાં અચાનક એક મોટો મોડ આવ્યો છે. એક તરફ ઈંધણ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં રોકેટ જેવી તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ સલામત ગણાતા સોના અને ચાંદીના રોકાણકારો સન્નાટામાં આવી ગયા છે. બજારની આ અચાનક બદલાયેલી ચાલ પાછળ મોટો ખેલ છુપાયેલો છે.

2 / 10
પશ્ચિમ એશિયામાં દિનપ્રતિદિન વધતા તણાવને કારણે કાચા તેલની સપ્લાય ખોરવાઈ જવાનો ભય સતત ઘેરો બની રહ્યો છે. પરિણામે બ્રેન્ટ ક્રૂડનો ભાવ $106 પ્રતિ બેરલને વટાવી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં જ ક્રૂડ તેલના ભાવમાં અંદાજે 20% જેટલો જંગી ઉછાળો નોંધાયો છે, જે $109 પ્રતિ બેરલની ટોચે પહોંચી ગયો હતો.

3 / 10
યુદ્ધના મેદાનમાંથી આવતા ભયાનક સમાચાર ક્રૂડની આગમાં ઘી હોમી રહ્યા છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના લશ્કરી એરબેઝ પર હુમલો કર્યો છે, જેના કારણે સાઉદીની ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન બંધ કરવી પડી છે. આ સાથે જ ગલ્ફ દેશોએ ઈરાન સાથેની વાતચીત રદ કરી દેતાં ગ્લોબલ માર્કેટમાં ફાળ પડી છે.

4 / 10
માત્ર ક્રૂડ જ નહીં, પરંતુ પાવર સેક્ટર માટે અત્યંત મહત્વનો ગણાતો કોલસો પણ ગરમ થઈ ગયો છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના અહેવાલ મુજબ 2026માં વૈશ્વિક કોલસાની માંગ રેકોર્ડ 8.94 અબજ ટન પહોંચી શકે છે. આ જ કારણસર કોલસાનો ભાવ $145 પ્રતિ ટનને પાર કરીને 3 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

5 / 10
જ્યાં એક તરફ ક્રૂડ ભડકે બળી રહ્યું છે, ત્યાં કિંમતી ધાતુઓમાં ભારે કડાકો જોવા મળ્યો છે. રાતોરાત જ સોનાના ભાવમાં 1.25% અને ચાંદીના ભાવમાં 1.5% નો મોટો ઘટાડો નોંધાયો છે. બંને ધાતુઓ પટકાઈને છેલ્લા 5 અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે, જેનાથી નાના રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

6 / 10
સોના-ચાંદીમાં આવેલા આ અચાનક કડાકા પાછળ ડૉલર ઇન્ડેક્સનું 2 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચવું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય, મોંઘા થઈ રહેલા ક્રૂડ ઓઈલના કારણે દુનિયાભરમાં ફરી એકવાર મોંઘવારી (ઇન્ફ્લેશન) વધવાનો ભય ઊભો થયો છે, જેનાથી બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે.

7 / 10
બજારને સૌથી મોટો આંચકો યુએસ ફેડરલ રિઝર્વ તરફથી મળવાની શક્યતા છે. અમેરિકામાં લગભગ 3 વર્ષમાં પહેલીવાર વ્યાજદરમાં વધારો થવાની સંભાવના 92.5% સુધી વધી ગઈ છે. અમેરિકાની 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ ઓક્ટોબર 2023 પછી પહેલીવાર 5% ને પાર કરી ગઈ છે, જે સોના જેવા નોન-યીલ્ડીંગ એસેટ માટે મોટો ઝટકો છે.

8 / 10
મજબૂત ડૉલરની અસર ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કોપરના ભાવ 2.2% ઘટીને 6 અઠવાડિયાની નીચલી સપાટીએ પહોંચી ગયા છે. યુએસ દ્વારા રિફાઇન્ડ કોપરના આયાત ટેરિફ પર નિર્ણય અટકાવી દેવાતાં ટ્રેડર્સમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

9 / 10
મેટલ માર્કેટમાં ચારેય તરફ મંદીનો માહોલ છે. ઝિંક $3,840 પ્રતિ ટનની નીચે સરકી ગયું છે, જ્યારે એલ્યુમિનિયમ ઘટીને $3,250 થઈ ગયું છે. ચીનમાં સ્ટીલ મીલોનો પ્રોફિટ માર્જિન ઘટીને માત્ર 7.79% રહી જતાં આયર્ન ઓરના ભાવમાં સતત ચોથા દિવસે કડાકો બોલાયો છે.

10 / 10
એક તરફ જીઓપોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડ અને એનર્જી સેક્ટર રોકેટ બની રહ્યા છે, તો બીજી તરફ અમેરિકી બોન્ડ યીલ્ડ અને મજબૂત ડૉલર સોના-ચાંદીને નીચે ખેંચી રહ્યા છે. આગામી દિવસોમાં આ માર્કેટ કઈ દિશામાં જશે, તે પશ્ચિમ એશિયાના સંકટ અને ફેડના વ્યાજદરના આખરી નિર્ણય પર જ નિર્ભર રહેશે.

Follow Us
Loading...
Unable to load recommendations.