
Tsunami જાપાની શબ્દ છે. જેમાં સુ અને નામી શબ્દ સામેલ છે. સુનો મતલબ થાય છે સમુદ્ર તટ જ્યારે નામીનો અર્થ થાય છે લહેર, જો આપણે સરળ ભાષામાં કહીએ તો જ્યારે સમુદ્રમાં લેહરો આવે છે અને તટીય વિસ્તારો સુધી પહોંચે છે. તો તેને સુનામી કહેવામાં આવે છે. પરંતુ સુનામી લહેર હવા અને તોફાનો દ્વારા ઉત્પન્ન થનારી સામાન્ય સમુદ્રી લહેરોથી અલગ હોય છે.

સુનામી આવવાનું કોઈ એક કારણ હોતું નથી. પરંતુ રશિયામાં ભૂકંપના જોરદાર આંચકાથી બધા ડરી ગયા છે. શરૂઆતની તીવ્રતા 8.8 નોંધાઈ હતી. ત્યારબાદ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે તમે સમજી ગયા હશો કે, ભૂકંપ સુનામીનું એક કારણ જરુર છે પરંતુ એવું કહેવું કે,ભુકંપના કારણે સુનામી આવે છે તે ખોટું છે. ભુકંપ સિવાય સુનામી જમીનનું ભૂસ્ખલન, જ્વાળામુખી ફાટી નીકળવું, પ્રચંડ વિસ્ફોટ વગેરે કારણોસર પણ થઈ શકે છે.

પરંતુ સૌથી મોટું કારણ ભૂંકપ માનવામાં આવે છે. જ્યારે સમુદ્રમાં ભૂકંપ આવે છે તો પાણીની લહેરોમાં વધારે હલચલ ઉભી થાય છે અને સમુદ્રના ઉપરના સ્તરો ખસીને આગળ વધે છે, જે સુનામીને આમંત્રણ આપે છે, કારણ કે ઉપરના સ્તરોમાં અચાનક હલનચલનને કારણે મજબૂત મોજા ઉત્પન્ન થાય છે.

ભૂકંપના કેન્દ્રની આસપાસ દરિયાની સપાટીમાં નાના ફેરફારો જોઈ શકાય છે.પરંતુ 8.8 થી વધુ તીવ્રતાના ભૂકંપ સ્થાનિક સુનામીનું કારણ બની શકે છે અને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.