Blue Sky : દિવસ દરમિયાન આકાશ વાદળી કેમ દેખાય છે? જાણો તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક

શું તમને ખબર છે કે આપણે આકાશને વાદળી કેમ જોતા હોઈએ છીએ, જો નહી, તો આ લેખ તમારા માટે જ છે. અહીં આપણે વૈજ્ઞાનિક રીતે આકાશના રંગ પાછળનું રસપ્રદ કારણ સમજીએ.

| Updated on: Apr 23, 2025 | 7:47 PM
4 / 5
જે રંગો વધુ વિખેરાય છે તે આપણાં આંખ સુધી વધારે માત્રામાં પહોંચે છે. તેથી આકાશ વાદળી દેખાય છે , કેમ કે વાદળી રંગ (blue)ની તરંગલંબાઈ નાની હોવાથી તે વધારે વિખેરાય છે. (Credits: - Canva)

5 / 5
સવારે (સૂર્યોદય) અને સાંજે (સૂર્યાસ્ત) સમયે, સૂર્યના કિરણોને પૃથ્વીના વાયુમંડળમાંથી ઘણી લાંબી યાત્રા કરવી પડે છે.આ લાંબી યાત્રા દરમ્યાન, વારંવાર સ્કેટરિંગ થાય છે. નાની તરંગલંબાઈ ધરાવતાં રંગો ખાસ કરીને વાદળી અને નિલા  પહેલેથી જ સ્કેટર થઈ જાય છે અને આપણાં સુધી પહોંચતા નથી.પરિણામે, લાલ અને નારંગી રંગો, જેમની તરંગલંબાઈ મોટી છે અને જે ઓછું વિખેરાય છે, એ આપણા સુધી પહોંચે છે. એટલે જ સવારે અને સાંજે સૂર્ય અને આસપાસનું આકાશ લાલ કે નારંગી રંગનું દેખાય છે. (Credits: - Canva)