
જો ફળ પરના સ્ટીકરમાં '9' થી શરૂ થતા 5-અંકનો નંબર હોય, તો તેનો અર્થ એ કે ફળ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. તેમાં કોઈપણ પ્રકારની રાસાયણિક જંતુનાશકો કે પછી રાસાયણિક ખાતર ઉપયોગ કરવામાં આવ્યો નથી.

જો સ્ટીકરમાં ફક્ત 4 અંક હોય, તો તેનો અર્થ એ કે ફળમાં જંતુનાશક દવા તેમજ રસાયણિક ખાતરનો ઉપયોગ થયો હોય છે. આવા ફળો ઘણીવાર સસ્તા હોય છે, પરંતુ ઓછા સ્વસ્થ હોય છે કારણ કે તે દવાથી પાકેલા હોય છે.

ફળ ખરીદતી વખતે આ સાવચેતીઓ રાખો: તમે ફળ પરના આ કોડ વિશે જાણો છો, ત્યારે તેને ખરીદતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ શક્ય હોય, ત્યારે 5 અંકનો નંબર '9' થી શરૂ થતા ઓર્ગેનિક ફળો ખરીદો.

ફળ ઓર્ગેનિક હોય કે પ્રોસેસ્ડ, તેના પરના રહેલા બેક્ટેરિયાને દૂર કરવા માટે તેને ખાતા પહેલા તેને સારી રીતે ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, મોસમી ફળ ખરીદવાનો પ્રયાસ કરો કારણ કે તે તાજા હોય છે. ( all photos credit: social media and google)

Disclaimer: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી માટે કોઈપણ પગલાં લેતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.