લિડિયામાં 400 એકર જમીન બળીને ખાખ થઈ ગઈ હતી, અહીં આગ સંપૂર્ણપણે કાબુમાં છે, કેનેથમાં 1000 એકર જમીન આગના દાયરામાં આવી હતી, તેમાંથી 80 ટકા જમીન પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે શુક્રવારે આર્ચરમાં આગ લાગી હતી અને હજુ સુધી તે કાબુ બહાર છે.
લોસ એન્જલસને વિશ્વના સૌથી મોંઘા વિસ્તારોમાંનો એક ગણવામાં આવે છે. અહીં, હોલીવુડ સેલિબ્રિટીઓ પાસે 40 કરોડ રૂપિયાથી 700 કરોડ રૂપિયાના વૈભવી બંગલા છે. આગમાં જેમના ઘર બળીને રાખ થઈ ગયા હતા તેમાં એન્થોની હોપકિન્સ, મેલ ગિબ્સન, લેઈટન મીસ્ટર, એડમ બ્રોડી, જેમ્સ વુડ્સ અને પેરિસ હિલ્ટનનો સમાવેશ થાય છે.