
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની વર્તમાન સંપત્તિ 449 બિલિયન ડોલર છે. 2024માં તેમની સંપત્તિમાં 203 બિલિયન ડોલરનો વધારો થયો છે, જેથી તેમની ટ્રિલિયનર બનવાની શક્યતાઓ વધુ મજબૂત થઈ ગઈ છે.

એલોન મસ્ક ઉપરાંત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ઓરેકલના સ્થાપક લેરી એલિસન અને ફ્રાન્સના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ પણ રેસમાં છે.

વિશ્વના 20 સૌથી ધનિક લોકોમાં ભારતના બે અગ્રણી ઉદ્યોગપતિઓના નામ પણ સામેલ છે. મુકેશ અંબાણી 94.6 અબજ ડોલરની નેટવર્થ સાથે 17મા ક્રમે છે, જ્યારે ગૌતમ અદાણી 76.0 અબજ ડોલરની નેટવર્થ સાથે 19મા ક્રમે છે. જો કે, આ બંને દિગ્ગજો હજુ પણ ટ્રિલિયનેર બનવાની રેસમાં ઘણા પાછળ છે.