
ભારતમાં કરોડો લોકો જે એપનો ઉપયોગ કરે છે, તે વોટ્સએપ હવે માત્ર મેસેજિંગ પૂરતું સીમિત નથી રહ્યું. વોટ્સએપે ખાસ કરીને ભારતીય વેપારીઓ માટે 'બિઝનેસ AI' ફીચર લોન્ચ કર્યું છે. આ એક એવો સ્માર્ટ સહાયક છે જે તમારા વતી ગ્રાહકો સાથે વાતચીત કરશે. આ ફીચર અત્યારે તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે તમામ બિઝનેસ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ થશે.

જો સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ હોય તો શું કરવું? : જો તમારા ફોન માટે અપડેટ ઉપલબ્ધ હોય, તો પહેલા તેને ઇન્સ્ટોલ કરો. ઘણીવાર, સોફ્ટવેર અપડેટ ઉપકરણને નવી ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરે છે, જે WhatsApp સપોર્ટ ચાલુ રાખવા માટે સંભવિત રીતે પરવાનગી આપે છે. જો તમારો ફોન જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર અટવાઈ ગયો હોય અને તેને અપડેટ ન કરી શકાય, તો તમારે WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવા માટે નવો સ્માર્ટફોન લેવાની જરૂર પડી શકે છે.

24/7 કસ્ટમર સપોર્ટ: હવે ગ્રાહકે દુકાન ખુલવાની રાહ જોવી નહીં પડે. મધરાતે પણ પ્રોડક્ટની વિગત કે એપોઇન્ટમેન્ટ બુકિંગ જેવી સુવિધાઓ તરત મળી જશે.

પર્સનલ રિકમેન્ડેશન: જો કોઈ ગ્રાહક કોઈ ચોક્કસ વસ્તુ શોધતો હોય, તો AI તેને મળતી આવતી અન્ય પ્રોડક્ટ્સના પણ સૂચનો આપશે, જેનાથી વેચાણ વધવાની શક્યતા વધી જાય છે.

પૂર્ણ નિયંત્રણ: ભલે AI કામ કરતું હોય, પરંતુ માલિક પાસે પૂરો કંટ્રોલ રહેશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે જાતે ચેટમાં જોડાઈ શકો છો અથવા AI ના જવાબોમાં ફેરફાર કરી શકો છો.

આગામી ધમાકેદાર અપડેટ: સીધું ચેટમાં જ પેમેન્ટ: વોટ્સએપ માત્ર અહીં જ નથી અટકવાનું. કંપનીએ સંકેત આપ્યા છે કે આગામી અપડેટમાં ચેટ વિન્ડોની અંદર જ UPI આધારિત પેમેન્ટની સુવિધા ઉમેરવામાં આવશે. એટલે કે, ગ્રાહક વસ્તુ પસંદ કરશે, AI સાથે વાત કરશે અને એપ છોડ્યા વગર ત્યાં જ પેમેન્ટ કરી શકશે.

વેપાર કરવાની આ નવી અને હાઈટેક પદ્ધતિ નાના અને મોટા બંને પ્રકારના બિઝનેસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે.