
દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનો સમાવેશ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં થાય છે.

એન્ટિલિયા વર્ષ 2010માં બનીને તૈયાર થયું હતું. તેને શિકાગોના આર્કિટેક્ટ પાર્કિન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની લેંગટન હોલ્ડિંગે તેનું નિર્માણ કર્યું છે.

મુંબઈમાં સ્થિત 27 માળની આ બિલ્ડિંગનું નામ એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક ટાપુ એન્ટીલિયાના નામ પરથી રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

એન્ટીલિયા પોર્ટુગીઝ શબ્દ 'Ante+ilha' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે, Island of the Other અથવા Opposite of Island.

એન્ટીલિયા મુંબઈના સૌથી પોશ ગણાતા વિસ્તાર અલ્ટામાઉન્ડ રોડ, કુમ્બલા હીલ ખાતે આવેલું છે. આ બિલ્ડિંગના દરેક ફ્લોરને અલગ-અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેમાં તમામ લક્ઝુરિયસ સુવિધાઓ ઉપલબ્ધ છે.