
લોશન : લોશન એક પ્રકારનું મોઈશ્ચરાઈઝર છે. તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે ક્રીમ કરતાં હળવા હોય છે. તે સ્કીનને હાઇડ્રેટ કરવામાં અને ભેજનું લેવલ જાળવવામાં મદદ કરે છે. લોશન નોન ગ્રિસી છે અને ત્વચામાં સરળતાથી શોષાય છે. બોડી લોશન સામાન્ય રીતે ચહેરાના ઉપયોગને બદલે શરીરના ઉપયોગ માટે હોય છે.

શું તફાવત છે? : ક્રીમ કરતાં લોશનમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. તેમજ મોઇશ્ચરાઇઝરમાં તેલની માત્રા લોશન કરતાં થોડી વધારે હોય છે, જે ત્વચામાં ભેજને સુધારવામાં અને ભેજને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત એન્ટિ-એજિંગ અથવા ખીલથી રાહત આપતા ઘટકો પણ તેમાં શામેલ છે. લોશન ઘણીવાર શરીરના અમુક ભાગો માટે બનાવવામાં આવે છે. જેમ કે સન લોશન અને બોડી લોશન.

જો આપણે રચના વિશે વાત કરીએ તો લોશન સામાન્ય રીતે લાઈટ હોય છે અને ક્રીમ કરતાં ઓછી ચીકણાહટ છોડે છે. જેના કારણે તે ઉનાળા અને સામાન્યથી શુષ્ક ત્વચાવાળા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. મોઇશ્ચરાઇઝર્સ ક્રીમી હોય છે અને લોશન કરતાં થોડું સ્ટીકી લાગે છે. જે ડ્રાઈનેસ સ્કીન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ આજકાલ બજારમાં જેલ અને પાણી આધારિત મોઈશ્ચરાઈઝર પણ ઉપલબ્ધ છે જે ઓઈલી સ્કીન માટે બનાવવામાં આવે છે.

દરેક વ્યક્તિની શારીરિક રચના અને ત્વચાનો પ્રકાર એકબીજાથી અલગ હોય છે. આવી સ્થિતિમાં તમારા માટે શું યોગ્ય છે તે તમારી ત્વચાના પ્રકાર પર આધારિત છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના મોઈશ્ચરાઈઝર અને લોશન મળે છે. જેનો ઉપયોગ ત્વચા અને ઋતુની જરૂરિયાત મુજબ કરવો જોઈએ.