
સાઈકિયાટ્રિસ્ટ શું છે?: માનસિક રોગો માટે તબીબી સારવાર પૂરી પાડવા માટે સાઈકિયાટ્રિસ્ટને તાલીમ આપવામાં આવે છે. સાઈકિયાટ્રિસ્ટો દવા લખી શકે છે અને ગંભીર માનસિક બીમારીઓની સારવાર કરી શકે છે. તેમને મેડિકલ બોર્ડ પાસેથી લાઇસન્સ પણ મેળવવું જરૂરી છે.

સાયકોલોજિસ્ટ બનવા માટે કયા અભ્યાસ જરૂરી છે?: સાયકોલોજિસ્ટ બનવા માટે 12મા ધોરણ પછી સાયકોલોજિસ્ટમાં BA/BSc in Psychology સાથે સ્નાતક થવું જરૂરી છે. સ્નાતક પછી અનુસ્નાતક (MA/MSc) થાય છે અને જો તમે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનવા માંગતા હો તો ડોક્ટરેટ (પીએચડી અથવા સાયકિયાટ્રીસ્ટ) કરવું જરુરી છે.

સાઈકિયાટ્રિસ્ટ બનવા માટે કયા અભ્યાસ જરૂરી છે?: સાઈકિયાટ્રિસ્ટ બનવા માટે 12મા ધોરણ પછી NEET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. જે MBBS માં પ્રવેશ માટેનો આધાર છે. સાઈકિયાટ્રિસ્ટ બનવા માટે મેડિકલ ડિગ્રી (MBBS) જરૂરી છે. ત્યારબાદ મનોચિકિત્સામાં MD અથવા DNB ની ડિગ્રી મેળવવી જરૂરી છે.
Published On - 11:32 am, Tue, 21 October 25