
જ્યારે બિઝનેસના લોકો વાતો કરતા હોય છે ત્યારે એ કહેતા જોવા મળે છે કે, સેન્સેક્સ રેકોર્ડ પર ગયો છે, કે પછી નીચે જતા રોકાણકારોને લાખોનું નુકસાન થયું છે. ત્યારે સામાન્ય લોકોના મનમાં એક સવાલ ઉભો થાય છે કે, આ સેન્સેક્સ અને નિફટી શું છે. જે રોકાણકારો માટે નફા-નુકસાનનું કામ કરે છે.

જો તમે શેર બજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરવાની વિચારી રહ્યા છો. તો તમારે આના વિશે જાણવું ખુબ જરુરી છે. આજના આર્ટિકલમાં અમે તમને સેન્સેક્સના અર્થ વિશે જણાવીશું.

સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે,BSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ છે. એટલા માટે BSE Sensex કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સેન્સેક્સ શબદ સેન્સેટિવ અને ઈન્ડેક્સને મળીને બન્યો છે. તેને હિન્દીમાં સંવેદી સૂચકાંક પણ કહેવામાં આવે છે.

સેન્સેક્સ શબ્દ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પરથી આવ્યો છે ,સેન્સેક્સ અને નિફટી 2 મુખ્ય લાર્જ કેમ્પ ઈન્ડેક્સ એટલે કે, સૂચકાંક છે. સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલ ઈન્ડેક્સ છે. જ્યારે નિફટી નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલ છે.

સેન્સેક્સ" શબ્દ "સંવેદનશીલ" અને "ઇન્ડેક્સ" ને જોડે છે. નામમાં "સેક્સ" લિંગ અથવા કોઈપણ અયોગ્ય સાથે સંબંધિત નથી.તે માત્ર "ઇન્ડેક્સ" શબ્દનો એક ભાગ છે, જે આર્થિક ઘટનાઓ પ્રત્યે શેરબજારની સંવેદનશીલતાનું માપ દર્શાવે છે.

સેન્સેક્સ ભારતીય શેરબજારના બેરોમીટર તરીકે કામ કરે છે, જે ભારતની ટોચની કંપનીઓમાં વલણો અને રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સેન્સેક્સ શબ્દનો આવિષ્કાર 1986માં શેરબજારના વિશ્લેષક દીપક મોહની દ્વારા કરવામાં આવ્યો હતો,